Last Updated on by Sampurna Samachar
ઇમેન્યુઅલ મેક્રોં સ્વયં PM મોદીને વિદાય આપવા એરપોર્ટ પર પહોંચ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા હાકલ કરી હતી. બંને દેશોના પ્રધાનો થયેલી બેઠક દરમિયાન બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વૈશ્વિક મંચો પર એકબીજાની મદદ અને પરસ્પર ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત દ્વારા ફ્રાન્સ પાસેથી પિનાક રોકેટ લોન્ચરની ખરીદી બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવશે. PM મોદી અને મેક્રોં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સુરક્ષા પરિષદના મુદ્દાઓ સહિત વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર નજીકથી સંકલન કરવા સંમત થયા હતા.
મેક્રોંએ UNSC માં ભારતની કાયમી સભ્યપદ માટે ફ્રાન્સના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ મોદી રઅને મેક્રોં સંરક્ષણ, નાગરિક પરમાણુ ઊર્જા અને અવકાશના રાજકીય ક્ષેત્રોમાં સહયોગની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કરીને અમેરિકા જવા રવાના થયા હતા. ઇમેન્યુઅલ મેક્રોં સ્વયં PM મોદીને વિદાય આપવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમણે PM મોદીને ગળે લગાવીને વિદાય આપી હતી. ફ્રાંસ મુલાકાત બાદ મોદીએ ટિ્વટ કરીને જણાવ્યું હતું કે, ‘આભાર ફ્રાન્સ! મારી મુલાકાત ફફ્રદાયી રહી, જ્યાં મેં AI , વાણિજ્ય, ઊર્જા અને સાંસ્કૃતિક સંબંધો સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સના લોકોનો આભાર.’ PM મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત પછી PM મોદીની આ પહેલી અમેરિકા મુલાકાત છે. જે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં હશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે પીએમ મોદી ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.