Last Updated on by Sampurna Samachar
સોનમર્ગ બારેમાસ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ગંદેરબલ Z -મોડ ટનલનું ઉદ્ધાટન કર્યું છે. આ ટનલનું ઉદ્ધાટન કરવાની સાથે વડાપ્રધાન મોદીએ તેનું નામ ઝેડ-મોડ ટનલમાંથી સોનમર્ગ ટનલ કરી દીધું છે. આ ટનલ સાથે પ્રવાસીઓ માટે લોકપ્રિય આકર્ષણનું સ્થળ સોનમર્ગ બારેમાસ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, એલજી મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા.
વડાપ્રધાન મોદીની કાશ્મીર મુલાકાતના લીધે સુરક્ષાદળોએ ખીણમાં સુરક્ષા વધારી હતી. ટોચના ચાર રસ્તાઓ પર ડઝન ચેકપોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ટનલનું ઉદ્ધાટન કર્યા બાદ વડાપ્રધાને ટનલનું નિરીક્ષણ કર્યું હતું. ટનલ ક્ષેત્રની નજીક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ Z મોડ ટનલને દરેક હવામાનના હિસાબે બનાવવામાં આવી છે. હવે શિયાળામાં ભારે બરફ વર્ષાના કારણે હાઈવે બંધ નહીં થશે. ટનલ ખુલ્યા બાદ ૧૨ કિલોમીટરની મુસાફરી ઘટીને ૬.૫ રહી જશે. વાહનો ૧૫ મિનિટમાં જ આ આ અંતર કાપી શકશે. લદાખને દેશના બીજા હિસ્સા સાથે જોડશે આ ટનલ, ૨૪૦૦ કરોડના ખર્ચે આ ટનલ તૈયાર કરવામાં આવી છે.
દર કલાકે ૧૦૦૦ વાહનોની અવરજવરની ક્ષમતા છે. આ ટનલ ૧૦ મીટર પહોળી છે અને આ સાથે જ સાડા સાત મીટરની એક એસ્કેપ ટનલ બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ બીજી ટનલ છે જેની લંબાઈ ૧૪ દ્ભસ્ છે, તે બાલટાલથી જોઝિલા પાસની પાર મિનીમાર્ગ એટલે કે દ્રાસ સુધી જશે. આ ટનલના ઉપયોગ બાદ સેનાને પણ સરહદી ક્ષેત્રો સુધી પહોંચવામાં ખૂબ સરળતા રહેશે. આ ટનલ શરૂ થવાથી તેનો સમય પણ બચશે.
તમને જણાવી દઈએ કે, જોઝિલા ટનલનું કામ પૂર્ણ થયા બાદ શ્રીનગર-લેહ માર્ગ આખું વર્ષ ખુલ્લો રહેશે. આ પ્રોજેક્ટ પર કામ મે ૨૦૧૫માં શરૂ થયું હતું. ટનલના બાંધકામનું કામ ગત વર્ષે એટલે કે ૨૦૨૪માં પૂર્ણ થયું હતું. આ ટનલના ઉદ્ધાટનમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ, એલજી મનોજ સિંહા, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.
ટનલનો શું ફાયદો થશે ?
– સોનમર્ગ ટનલ ગંગાગીરથી સોનમર્ગ સુધી અવિરત ટ્રાફિકને સુનિશ્ચિત કરશે.
– નેશનલ હાઈવે-૧ પર મુસાફરીનું અંતર ૪૯ કિમીથી ઘટીને ૪૩ કિમી થઈ જશે.
– વાહનોની સ્પીડ ૩૦ કિમી/કલાકથી વધીને ૭૦ કિમી/કલાક થશે.
– આ ટનલ વિસ્તારમાં પ્રવાસન અને વેપારને વેગ આપવા માટે મદદરૂપ થશે.
નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડએ આ ટનલને ઈજનેરીની અજાયબી અને પ્રદેશ માટે ગેમ ચેન્જર ગણાવી છે. એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીના અનુભવને જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ વચ્ચે સામાજિક અને આર્થિક વિકાસને પણ વેગ આપશે. ઢ-સ્ર્રિ ટનલ સાથે ઝોજિલા ટનલનું કામ ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે. આ પ્રાદેશિક સંરક્ષણ લોજિસ્ટિક્સ અને પરિવહનને સરળ બનાવશે. તેનાથી લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે જોડાણ અને વિકાસને નવી દિશા મળશે.
આ પ્રોજેક્ટ સોનમર્ગને આખા વર્ષ દરમિયાન જોવાલાયક સ્થળમાં ફેરવશે, જે પ્રવાસનને પણ વેગ આપશે. આનાથી શિયાળુ પ્રવાસન અને સ્થાનિક આજીવિકાને વેગ મળશે. ઝોજિલા ટનલની સાથે જે ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, તે રૂટની લંબાઈ ૪૯ કિમીથી ઘટાડીને ૪૩ કિમી કરશે અને ટ્રેનોની ગતિ ૩૦ કિમી/કલાકથી વધારીને ૭૦ કિમી/કલાક કરશે, આમ શ્રીનગર ખીણ અને લદ્દાખને જોડશે.