Last Updated on by Sampurna Samachar
નમો હોસ્પિટલ સહિત ૨૫૮૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ
મોટાપો એવી બીમારી છે, જે કેટલીય બીમારીનું કારણ બને
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન ફરી એકવાર દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેઓ સુરત એરપોર્ટ પર પહોંચતા કેન્દ્રીય જલ મંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના આગેવાનોએ તેમને આવકાર્યા હતા. જ્યાંથી તેઓ હેલીકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા. ત્યાં ૪૫૦ બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. સાથો સાથ રોડ શો યોજી લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું.
સેલવાસમાં PM મોદીએ જાહેરસભાને સંબોધન કરી સંઘપ્રદેશને હજાર કરોડના વિકાસ કામોની ભેંટ આપી છે. દમણ, દીવ અને દાદરા નગર હવેલીના રૂપિયા ૨૫૮૭ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘‘અમારી સરકારે તમારા ભરોસાને શક્તિમાં પરિવર્તિત કર્યો છે અને આજે આપણું સેલવાસા આ પ્રદેશ એક આધુનિક ઓળખ સાથે ઉભરી રહ્યો છે.
આ સંઘપ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ
સેલવાસા એક એવો પ્રદેશ બની ગયો છે જ્યાં દરેક પ્રકારના લોકો વસી રહ્યા છે. દાદાનગર હવેલીમાં નવા અવસરોનો વિકાસ થયો છે. આ વિકાસ અભિયાન હેઠળ ૨૫૦૦ કરોડ રૂપિયાથી વધુની પરિયોજના ખાતમૂહુર્ત કર્યું છે.
વધુમાં કહ્યું કે, ‘‘અહીં તો વિદેશ એ નાર્મલ બાબત છે. તમે સિંગાપોર જતા હશો. સિંગાપોર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું. ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપોર બનાવી દીધું. જો સંઘપ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઉભો રહેવા તૈયાર છું. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશ નથી.
આ સંઘપ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે. અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ‘‘ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરનો દાખલો આપતા કહ્યું કે, એક સમયે સિંગાપુર માછીમારોનું ગામ હતું. પરંતુ ત્યાના લોકોના સંકલ્પને કારણે આજનું સિંગાપર આપણે સૌ જોઈએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને કહ્યું કે, તમે પણ સિલવાસાને સિગાપુર જેવુ બનાવવા માટે, સિગાપુરના લોકો જેવો સંકલ્પ કરો તો હુ તમારી સાથે ઊભો રહીશ, પરંતુ સંકલ્પને સાચો કરવા તમારે પ્રયાસ કરવો પડશે. તમે પણ સિલવાસાને સિંગાપુર જેવુ બનાવી શકો છો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ૪૫૦ બેડની વધુ એક હોસ્પિટલનું લોકાર્પણ કરતા કહ્યું કે, આ વિસ્તારના આદિવાસી સમુદાયને આધુનિક સારવારનો લાભ મળશે. તેમણે કહ્યું કે, આવનારા વર્ષમાં દેશમાં વધુ ૨૫૦૦૦ જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે. જન ઔષધિ કેન્દ્રમાંથી ૬૫૦૦ કરોડની દવાઓ જરૂરીયાતવાળા દર્દીઓને સસ્તી આપવામાં આવી છે.
જન ઔષધિ કેન્દ્ર માટે અમારી સરકારનુ સૂત્ર છે, સસ્તા ઈલાજની ગેંરટી. કિંમત કમ, દવામાં દમ. જનઔષધિ કેન્દ્રમાથી અપાતી દવાઓને કારણે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોના ૩૦,૦૦૦ કરોડની બચત થવા પામી છે. અમારી સરકાર સારી હોસ્પિટલ બાંધી રહી છે જેમાં આધુનિક સારવાર આપવામા આવી રહી છે.
આયુષ્યમાન કાર્ડ હેઠળ લોકોને મફત સારવાર આપવામાં આવી રહી છે અને જનઔષધિ કેન્દ્રમાં સસ્તી દવા આપવામાં આવી રહી છે. ઉપરાંત PM મોદીએ અહીં ફિટનેસ મંત્ર પણ આપ્યો હતો. PM મોદીએ કહ્યું કે, મોટાપો એવી બીમારી છે, જે કેટલીય બીમારીનું કારણ બને છે. હાલમાં જ મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે.
આ રિપોર્ટ કહે છે કે, ૨૦૫૦ સુધી ૪૪ કરોડથી વધારે ભારતીય મોટાપાનો શિકાર થઈ જશે. આ આંકડા ડરામણા છે. તેનો અર્થ એ છે કે, દર ત્રણમાંથ એક વ્યક્તિ મોટાપાના કારણે ગંભીર બીમારીઓની ચપેટમાં આવી શકે છે. આ મોટાપા જીવલેણ બની શકે છે. આપણે અત્યારથી આવી સ્થિતિને ટાળવાના પ્રયાસો કરવા જોઈએ.
PM મોદીએ કહ્યું કે, ફિટ રહેવા માટે આપણે બધાએ ખાવાના તેલમાં ૧૦ ટકાનો કાપ મુકવો જાેઈએ. તેની સાથે જ આપણે એક્સરસાઈઝને જીવનનો ભાગ બનાવવો જોઈએ. સંડે ઓન સાઈકલ પણ ફાયદાકારક છે. રોજ અમુક કિમી પગપાળા ચાલાવાની આદત પાડો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે દેશ વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં લાગેલો છે. એક સ્વસ્થ દેશ જ દેશના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. જો આપ ખાવાના તેલમાં કાપ મુકશો તો ખુદને ફિટ રાખશો તો આ વિકસિત ભારતની યાત્રા માટે મોટું પગલું હશે.