Last Updated on by Sampurna Samachar
નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ આઠમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત વિશ્વમાં સંરક્ષણ ખર્ચમાં ચોથો સૌથી મોટો દેશ છે. જોકે, ભારત હજુ પણ તેની સંરક્ષણ જરૂરિયાતોના ૩૫ ટકા માટે આયાત પર આધાર રાખે છે. આર્ત્મનિભરતા અને શસ્ત્રસરંજામને આપવામાં આવતી પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને આ વર્ષના સંરક્ષણ બજેટમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ તેમનું આઠમું કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. આ બજેટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ હશે. જેમાં સંરક્ષણ ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. નિષ્ણાતો માને છે કે આ વર્ષે સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીમાં મધ્યમ વધારો જોવા મળી શકે છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે ૬.૨૨ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જે ગયા વર્ષ કરતા ૪.૭૯ ટકા વધુ હતું.
મૂડી ખર્ચમાં ૭-૮ ટકાનો વધારો થવાની ધારણા છે. સંરક્ષણ મૂડી ખર્ચ ૭-૮ ટકા વધીને લગભગ ૧.૯ લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. આર્મી અને નેવી પર ધ્યાન કેન્દ્રિત કરતી જાહેરાતો પણ થઈ શકે છે. લશ્કરી વાહનો અને નૌકાદળના સંસાધનોના આધુનિકીકરણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યારે વાયુસેના માટે ફાળવણી સ્થિર રહી શકે છે.
મળતા રિપોટ્સ અનુસાર, આયાત પર ર્નિભરતા ઘટાડવાની જરૂરિયાત વધી રહી છે. ભારતે ૨૦૨૩માં સંરક્ષણ પાછળ ૮૪ બિલિયન ડોલર ખર્ચ્યા હતા, પરંતુ તેની ૩૫ ટકા જરૂરિયાતો હજુ પણ આયાત દ્વારા પૂરી થાય છે. આર્ત્મનિભર ભારત પહેલ હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની આ એક મોટી તક છે.
વૈશ્વિક તણાવ અને સરહદ સુરક્ષાની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી બજેટમાં આધુનિક સંરક્ષણ તકનીકો, સરહદ સુરક્ષા અને સ્વદેશી નવીનતાને પ્રાથમિકતા આપવામાં આવે તેવી અપેક્ષા છે. ૧ ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ ભારતને આર્ત્મનિભર અને મજબૂત સંરક્ષણ ક્ષમતા તરફ લઈ જવા માટેનો રોડમેપ રજૂ કરશે.