Last Updated on by Sampurna Samachar
યોજાનારા ફ્લાવર શોની તારીખમાં પણ ફેરફાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪” સંપૂર્ણપણ રદ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં ૨૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડીજે કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજવાના હતા, પરંતુ પૂર્વ PM મનમોહનસિંહના નિધનના કારણે હવે તે રદ કરવામાં આવ્યો છે તો બીજી તરફ અમદાવાદમાં યોજાનાર ફલાવર શોની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ૧ જાન્યુઆરીથી ફલાવર શોની શરૂઆત થનાર હતી. જે હવે ૩ જાન્યુઆરી થશે તેમ માહિતી મહી છે. જોકે, કાંકરિયા પરિસરમાં સવારે વોક માટે આવતા મુલાકાતીઓ પ્રવેશ મેળવી શકશે. રંગારંગ કાર્યક્રમો સંપૂર્ણપણે રદ્દ કરાયા છે.
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ દેશભરમાં શોકની લહેર છે. મનમોહન સિંહે ૯૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેમના નિધન પર સમગ્ર દેશમાં ૭ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને કેટલાક રાજ્યોમાં રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.