Last Updated on by Sampurna Samachar
OpenAI દ્વારા અમેરિકામાં જ સ્ટારગેટ બનાવવાની જાહેરાત
સ્ટારગેટની કેપેસિટી વધીને 7GW થઈ જશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે OpenAI ભારતમાં સ્ટારગેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. આ માટે રિલાયન્સ સાથે પણ ચર્ચા વિચારણા ચાલી રહી હોવાની ચર્ચા બહાર આવી હતી કે જામનગરમાં દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવામાં આવશે. જોકે હવે OpenAI દ્વારા અમેરિકામાં જ સ્ટારગેટ પ્રોજેક્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પાંચ ડેટા સેન્ટર બનાવવામાં આવશે. એમાં ઓરેકલ અને સોફ્ટબેંક સાથે મળીને પાર્ટનરશિપ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂરો થતાં સ્ટારગેટની કેપેસિટી વધીને 7GW થઈ જશે. એટલામાં ૫૦ લાખ ઘરને વિજળી પૂરી પાડી શકાય છે.

OpenAI આ પાંચ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેટા સેન્ટરને અમેરિકામાં બનાવી રહ્યું છે. એમાંથી ત્રણ ઓરેકલ સાથે મળીને અને બે સોફ્ટબેંક સાથે મળીને બનાવવામાં આવી રહ્યાં છે. ઓરેકલના ડેટા સેન્ટર ટેક્સાસની શેકલફોર્ડ કાઉન્ટી, ન્યુ મેક્સિકોની ડોના એના કાઉન્ટી અને ત્રીજું લોકેશન મિડવેસ્ટમાં છે જે હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. સોફ્ટબેંક સાથેના ડેટા સેન્ટરને ઓહાયોના લોર્ડ્સટાઉન અને ટેક્સાસના મિલામ કાઉન્ટીમાં બનાવવામાં આવશે.
ડેટા સેન્ટરમાં લાખો AI કોમ્પ્યુટર ચિપ્સનું નેટવર્ક જોવા મળશે
ટેક્સાસ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો હતો કે તેઓ હવે વધુ ડેટા સેન્ટરને બનાવવા માટે પરવાનગી નહીં આપે. જોકે અમેરિકાની સરકાર દ્વારા એમાં મદદ કરવામાં આવી હોય એવું બની શકે છે. એ શક્ય છે કે અમેરિકાના દબાવને કારણે આ પ્રોજેક્ટને અમેરિકામાં શિફ્ટ કરવામાં આવ્યો હોય શકે.
OpenAI તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ વધારો કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ તેમણે સ્ટારગેટ છૈં ડેટા સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. નવા AI મોડલને ટ્રેન કરવા માટે કંપની હવે ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. OpenAI દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેમના ડેટા સેન્ટર માટે જે AI પ્રોસેસર જોઈએ છે એ માટે તેમને NVIDIA પાસેથી ૧૦૦ બિલિયન અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે. એટલે કે એટલા ઇન્વેસ્ટમેન્ટની ચિપ કંપની પ્રોવાઇડ કરશે. એનાથી OpenAI ના ડેટા સેન્ટર અને સર્વિસમાં ખૂબ જ નોંધપાત્ર વધારો અને સુધારો જોવા મળશે.
દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ગુજરાતના જામનગરમાં બનાવવામાં આવશે એવી ચર્ચા ચાલી હતી. જાેકે હવે એને ટેક્સાસમાં બનાવવામાં આવશે. એક વાર આ બની ગયા બાદ એ દુનિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું ડેટા સેન્ટર હશે. આ ડેટા સેન્ટરમાં લાખો AI કોમ્પ્યુટર ચિપ્સનું નેટવર્ક જોવા મળશે.