Last Updated on by Sampurna Samachar
સુસાઇટ નોટ આધારે પોલીસે કાર્યવાહી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના નારણપુરા AEC બ્રિજ નજીક આવેલ ફિઝિયોથેરાપીસ્ટ ક્લિનિક પર એક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જે બાબતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા યુવતી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
યુવતીએ સુસાઇટ નોટમાં તેના પૂર્વ મંગેતરે તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ થતાં યુવતી સાથે સગાઈ તોડી નાખી હતી. જે બાબતનું યુવતીને લાગી આવતા સતત ડિપ્રેશનમાં રહેતી અને અંતે તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
બેચલર ઓફ ફિઝિયોથેરાપીસ્ટનો અભ્યાસ કરેલ યુવતીની સગાઈ એક વર્ષ પહેલા નાના ચિલોડાના રહેવાસી યુવક સાથે થઈ હતી. આ યુવક પણ હોમિયોપેથિક ડોક્ટર હતો. જે કરાઈ પોલીસ એકેડમી નજીક પોતાનું ક્લિનિક ચલાવે છે સગાઈ બાદ બંને એકબીજાને મળતા હતાં. ત્યારે યુવક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. જો યુવતી ના પાડે તો તેની સાથે સગાઈ તોડી નાખવાની ધમકી આપતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.
ત્રણેક મહિના પહેલા યુવતીએ આ બાબતની જાણ તેના માતા-પિતાને પણ કરી હતી. પરંતુ અંતે યુવકે યુવતીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા દશેક દિવસ પહેલા યુવતીના માતા-પિતાએ યુવકના માતા-પિતાને બોલાવીને આ બાબતની જાણ કરી હતી. જેથી તેમણે સગાઈ તોડી નાખી હતી. ત્યારથી યુવતી સતત ડિપ્રેશનમાં રહેતી હતી.
યુવતી શાહીબાગ એક પેશન્ટને ચેક કરવા માટે ગઈ હતી. ત્યારબાદ ઘણા દિવસથી નોકરીએ ગઈ ના હોવાથી નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળી હતી. પરંતુ ક્લિનિક પર પહોંચ્યા બાદ ફોન ના ઉપાડતા કે મેસેજનો જવાબ ના આપતા તેના માતા-પિતાએ અન્ય સ્ટાફ મારફતે ક્લિનિક પર તપાસ કરાવી હતી. જેમાં તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. યુવતીએ સુસાઇડ નોટમાં પણ યુવક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેણે લખ્યું છે કે ‘‘ઇન્ડિયામાં આવી ઘણી છોકરીઓ પર બળાત્કાર થતું હશે. એટલે પોલીસે કાર્યવાહી કરવી જાેઈએ