Last Updated on by Sampurna Samachar
ત્રીજા લેવલનું એલર્ટ જારી કરી હજારો લોકોનું કરાયું રેસ્ક્યૂ
અગાઉ આ જ્વાળામુખી આ વર્ષે ડિસેમ્બર ૨૦૧૭ માં ફાટ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય ફિલિપાઈન્સમાં હાજર કાનલાઓન જ્વાળામુખી ૯ ડિસેમ્બર ૨૦૨૪માં ફાટ્યો. જેના કારણે રાખના ગોટેગોટા ત્રણ કિલોમીટર ઉપર સુધી ગયા. ફિલિપાઈન ઈન્સ્ટીટ્યુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીના અનુસાર આ હજુ વધુ વિસ્ફોટ કરી શકે છે. આગામી થોડા દિવસો સુધી જોખમ અકબંધ છે.
થર્મલ અને એક્સરે કેમેરા મોનિટર્સ અનુસાર ગરમ લાવા અને પથ્થરનું ઘનત્વ ખૂબ વધુ છે. પહાડના શિખરથી ભારે પ્રમાણમાં ગરમ રાખ અને કીચડ નીકળીને આવી રહ્યો છે. આ સેંકડો ફૂટ પ્રતિ સેકન્ડની ગતિથી નીચે આવી રહ્યું છે. ફિલિપાઈન્સના સિવિલ ડિફેન્સ ઓફિસે ૮૭ હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચવાનું કામ શરૂ કરી દીધું છે. PHIVOLCS અનુસાર આ જ્વાળામુખી હજુ શાંત થયો નથી. ભવિષ્યમાં કોઈ પણ સમય ફાટી શકે છે. આ જ્વાળામુખી દેશના બે ડઝન સક્રિય જ્વાળામુખીઓમાંનો એક છે. આ નેગ્રોસ ઓક્સિડેન્ટલ અને નેગ્રોસ ઓરિએન્ટલ પ્રાંતની વચ્ચે હાજર છે. અગાઉ આ જ્વાળામુખી આ વર્ષે ૩ જૂને અને ડિસેમ્બર ૨૦૧૭માં ફાટ્યો હતો.
છેલ્લા વિસ્ફોટ બાદ વિસ્તારમાં ઘણા દિવસો સુધી લોકો પાછા આવ્યા નહોતા. આ રોકાઈ-રોકાઈને ફાટી રહ્યો હતો. ત્યારથી સતત આમાંથી ઝેરીલા ગેસ અને ગરમ રાખ નીકળી રહી હતી. ખાસ કરીને ૧૯ ઓક્ટોબર બાદથી આ પહાડની આસપાસના વિસ્તારોમાં દરરોજ ૫ થી ૨૬ વખત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. હાલ આ જ્વાળામુખીના કારણે આસપાસના વિસ્તારોમાં ત્રીજા લેવલનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે એક અઠવાડિયાની અંદર આમાં ફરીથી મોટો વિસ્ફોટ થવાની શંકા છે. આગામી સ્કેલ ચોથા સ્તરનું એલર્ટ હશે. સતત થનારા વિસ્ફોટ અને સૌથી સીરિયસ ટાઈપ હોય છે પાંચમાં સ્તરનું એલર્ટ એટલે કોઈ પણ કલાક કે દિવસમાં તેનો વિસ્ફોટ થઈ શકે છે.