Last Updated on by Sampurna Samachar
કર્મચારીના અચાનક મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢમાં PGVCL ના કર્મચારીનું ચાલુ ફરજે મોત નિપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વીજ પોલ પર ચડેલા કર્મીને વીજશોક લાગતા મોત થયું હતું . પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢ જીલ્લાના વિસાવદરના ચાપરડા ગામે PGVCL માં ફરજ બજાવતાં કર્મચારી વીજ ફોલ્ટ રિપેર કરવા થાંભલા પર ચડ્યા હતા. સાથી કર્મચારીઓની બેદરકારીના કારણે કર્મીનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતક રિપેર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ પુરવઠો શરૂ થઈ જતા ઘટના બની હતી. યુવક નરેશ મછારના અચાનક મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મૃતદેહને હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ જે તે વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.