પીરિયડ્સ લીવથી મહિલાઓને જ નુકસાન : સુપ્રીમ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પિરિયડ લિવ ઉપર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

અદાલતે જણાવ્યું હતું કે આવો કાયદો બનાવવાથી મહિલાઓની કારકિર્દી પર નકારાત્મક અસર પડી શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સુપ્રીમ કોર્ટે કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓ માટે ફરજિયાત રજા માટે નિયમ બનાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરીને આ મામલો ફગાવી દેવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલો સરકારની નીતિ સાથે સંબંધિત છે.

સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે આવી અરજીઓ ઘણીવાર એવું વાતાવરણ બનાવે છે કે જાણે મહિલાઓ નબળી હોય અને માસિક ધર્મને કારણે તેમની સાથે કંઈક ખોટું થઈ રહ્યું હોય.

કોર્ટના ચુકાદાની મુખ્ય વાતો

– કોર્ટે સ્પષ્ટ કર્યું કે દેશભરમાં ફરજિયાત મેન્સ્ટ્રૂઅલ લીવ (માસિક રજા) લાગુ કરવી એ અદાલતનું કાર્ય નથી.
– ન્યાયાલયે કેન્દ્ર સરકારને આ મુદ્દે રાજ્યો અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરીને નીતિ બનાવવા પર વિચાર કરવા જણાવ્યું છે.
– કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ રજા ફરજિયાત કરવામાં આવશે, તો કંપનીઓ મહિલાઓને નોકરીએ રાખવાનું ટાળી શકે છે.

કોર્ટે જણાવ્યું હતું કે અરજદારોએ તેમની માંગણી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સમક્ષ રજૂ કરી છે. તેથી, સરકારે આ બાબતે તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરવી જોઈએ અને નીતિ ઘડવાનો વિચાર કરવો જોઈએ. કોર્ટે આ મુદ્દે સીધો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે કંપનીની જવાબદારી પણ ધ્યાનમાં લેવી જોઈએ.

સુનાવણી દરમિયાન, બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે અધિકારોની માંગણી કરવી યોગ્ય છે, પરંતુ જે કંપનીએ મહિલા કર્મચારીઓને વધારાની પેઇડ રજા આપવી પડશે તેનો પણ વિચાર કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ નિયમ ફક્ત કર્મચારીઓને જ નહીં પરંતુ સંસ્થાઓ અને કંપનીઓને પણ અસર કરે છે. તેથી, આવા ર્નિણયો વિચારપૂર્વક લેવા જોઈએ.

અરજદારે કેરળ અને ખાનગી કંપનીઓનું ઉદાહરણ આપ્યું. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એમ.આર. શમશાદે જણાવ્યું હતું કે કેરળની શાળાઓમાં આવી છૂટ આપવામાં આવી રહી છે, અને કેટલીક ખાનગી કંપનીઓ પણ માસિક સ્રાવ દરમિયાન સ્વેચ્છાએ રજા આપી રહી છે.

તેમણે કોર્ટને કહ્યું કે જેમ ગર્ભાવસ્થા દરમિયાન રજાની જોગવાઈ છે, તેવી જ રીતે માસિક સ્રાવ દરમિયાન રજા માટે પણ નિયમ સ્થાપિત કરવો જોઈએ, અને બધા રાજ્યોને આવું કરવા માટે નિર્દેશિત કરવા જોઈએ.

કાયદો ઘડવાથી મહિલાઓની કારકિર્દી પર અસર પડી શકે છે. અવલોકન કર્યું કે જો સંસ્થાઓ સ્વેચ્છાએ રજા આપે છે તો તે સારી બાબત છે, પરંતુ તેને કાયદો બનાવી દેવાથી વિપરીત અસર થઈ શકે છે. જો આ ફરજિયાત બનશે, તો કેટલાક માલિકો મહિલાઓને નોકરી આપવાનું ટાળશે અથવા તેમને જવાબદાર પદ પર રાખતા અચકાશે.

આનાથી મહિલાઓની કારકિર્દી પ્રભાવિત થઈ શકે છે અને તેમને ઘર સુધી સીમિત રાખવાની વિચારધારાને વેગ મળી શકે છે.” હાલમાં ભારતમાં પિરિયડ્સ લીવ અંગે કોઈ રાષ્ટ્રીય કાયદો નથી. માત્ર કેટલીક સંસ્થાઓ અને રાજ્યો પોતાની રીતે આ બાબતે નીતિઓ ધરાવે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.