Last Updated on by Sampurna Samachar
Contents
સુરત અને વડોદરામાં LPG ઓનલાઈન બુકિંગ બંધ
પેનિક ફેલાતા અમે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે શહેરમાં ગેસનો પૂરતો સ્ટોક છે. જેટલા લાઈનમાં ઉભા છે તે બધાને ગેસ મળવાનો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની મોટી અસર ગેસ સહિતના પુરવઠા પર પડી છે. સમગ્ર દેશમાં ગેસની બોટલોને લઈ ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાવાળાને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. લોકોમાં ગેસ પુરવઠામાં તંગી સર્જાવાની દહેશત ફેલાઈ હોવાથી ગેસ સંચાલકોની ઓફિસો પાસે લાઈનો લગાવી છે.

ત્યારે ગુજરાતમાં પણ તેની અસર દેખાઈ છે. ગેસ મામલે રાજ્યમાં કેટલાક શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ગેસ એજન્સી બહાર ગેસ સિલિન્ડર લેવા ગ્રાહકોની લાંબી લાઇનો જોવા મળી છે.વડોદરામાં ગેસ મામલે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. ગેસ એજન્સીની બહાર ગેસ સિલિન્ડર લેવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી છે. એલપીજી સિલિન્ડર લેવા માટે લોકોની લાઈનો લાગી છે.
સુરતમાં પણ લોકોની ચિંતામાં વધારો
ગ્રાહકોનું કહેવું છે કે, અમે સ્ટોક કરવા માટે નથી આવ્યા. અહીં સવારથી ૧૦ વાગ્યાથી લાઈનમાં ઉભા છીએ. ગેસ એજન્સીના સંચાલકે કહ્યું હતું કે, ચિંતાનો કોઈ વિષય નથી ઓનલાઈન સર્વરમાં ખામી સર્જાઈ હતી. પેનિક ફેલાતા અમે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. શહેરમાં ગેસનો પૂરતો સ્ટોક છે. જેટલા લાઈનમાં ઉભા છે તે બધાને ગેસ મળવાનો છે.
સુરતમાં પણ લોકોની ચિંતામાં વધારો થયો છે. ઓનલાઈન ગેસ બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. ગેસ એજન્સી પર લોકોની લાંબી લાઈનો લાગી છે. લોકોમાં ગેસની બોટલ નહીં મળે તેવી ચિંતા છે. ગેસની બોટલનું ઓનલાઈન બુકિંગ પણ થતુ નહીં હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. સરકારે બુકિંગની તારીખોમાં પણ ફેરફાર કરતાં લોકોમાં ચિંતા વધી છે. ગેસનો પુરવઠો મળી રહે તેવી લોકોએ માગ કરી છે.