Last Updated on by Sampurna Samachar
WHO ના પૂર્વ ચીફ વિજ્ઞાની સૌમ્ય સ્વામીનાથને આપી માહિતી
રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તે લોકોને ધ્યાન રાખવુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં કોવિડ-૧૯ના એક્ટિવ કેસ વધીને 3000 થી વધુનો આંકડો પહોંચી રહ્યો છે. જેમાં કેરળમાં સૌથી વધારે ૧૪૩૫ કેસ સામે આવ્યા છે. જોકે, મહારાષ્ટ્ર ૫૦૬ કેસ સાથે બીજા નંબર પર છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, ૨૪ કલાકમાં ૩૭૦ નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે.

જોકે, WHO ની પૂર્વ ચીફ વિજ્ઞાની સૌમ્ય સ્વામીનાથનનું કહેવું છે કે, વધતા કેસના કારણે ડરવાની જરૂર નથી. આંકડા અનુસાર, ગત ૨૪ કલાકમાં દિલ્હીમાં કોવિડ (COVID) થી એક મોત નિપજ્યું છે. ૨૨ વર્ષની યુવતી શ્વાસ સાથે જોડાયેલી બીમારીથી પીડિત હતી. જેને ઉમેરતા અત્યાર સુધીમાં કુલ ૪ મોત નિપજ્યા છે.
કોરોના વાઈરસ ઓમિક્રોન વેરિયન્ટમાં જોવા મળ્યો
જણાવી દઈએ કે, એશિયાના અનેક દેશોમાં કોવિડ-૧૯ ના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે, મોટાભાગના કેસ વધુ ગંભીર નથી. પરંતુ, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ રહી છે અને જે વૃદ્ધ છે, તેવા વ્યક્તિને કોવિડ-૧૯નો સૌથી વધુ રિસ્ક છે. આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે, કોવિડ-૧૯ રસીનો બુસ્ટર ડોઝ જરૂર લેવો જોઈએ. આ વધારો ખાસ કરીને કોરોના વાઈરસ ઓમિક્રોન વેરિયન્ટમાં થઈ રહ્યા છે. એશિયાના દેશોમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ જે વેરિયન્ટની સિક્વન્સ કરી છે, તે LF .7 , XFG , JN.1 અને NB.૧.૮.૧ સીરિઝના છે.
જાણકારો અનુસાર, JN.૧ વેરિયન્ટ વઘુ સંક્રામક છે અને રોગપ્રતિકારક શક્તિને માત આપી દે છે. JN.૧ વેરિયન્ટ ઓમિક્રોનનું જ એક રૂપ છે. તેથી, કોવિડની રસી આ વાઈરસ સામે રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. WHO ની પૂર્વ ચીફ વિજ્ઞાની અને એમએસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ સૌમ્યા સ્વામીનાથને પણ કોરોનાના નવા કેસ પર પ્રતિક્રિયા આપી છે. ગત થોડા વર્ષોમાં લોકોએ રોગપ્રતિકારક શક્તિ હાંસલ કરી છે, જેના કારણે કોવિડથી ડરવાની જરૂર નથી.