Last Updated on by Sampurna Samachar
અમેરિકાના ટેરિફ પાછળ મોહન ભાગવતે આપ્યું કારણ
પાકિસ્તાનને સાથે લેવાથી ભારત પર દબાણ વધશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
RSS પ્રમુખ મોહન ભાગવતે એક સભાને સંબોધિત કરતા અમેરિકી ટેરિફ પર વાત કરી. તેમણે જણાવ્યુ કે દુનિયાના લોકોમાં ડર છે કે જો ભારત આગળ વધ્યુ તો અમારુ સ્થાન ક્યાં રહેશે. તેમનું કદ નાનુ થઈ જશે. આથી તેઓ ટેરિફ લગાવે છે.

આપણે કંઈ કર્યુ નથી. પાકિસ્તાનને પુચકારવા છતા તેમણે અમેરિકાની પોલિસીની ટીકા કરી છે. તેમણે કહ્યુ કે અમેરિકાને લાગે છે કે પાકિસ્તાનને સાથે લેવાથી ભારત પર દબાણ વધશે. આજે દુનિયાને સમાધાનની જરૂર છે. જોજનો દૂર હોવા છતા તેને ‘હું-મારુ’ના ચક્કરમાં ભારતથી ડર લાગે છે. તેમણે તેની જેટલી દૃષ્ટિ છે તેના આધારે ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સમાધાન ન મળ્યુ.
આ નિવેદન તેમના જન્મદિવસ નિમિત્તે આવ્યું
RSS ના વડા મોહન ભાગવતે સંત તુકારામનું ઉદાહરણ આપતા કહ્યું કે આપણે ટીકા કરીએ કે પ્રશંસા કરીએ, આપણે આપણા પોતાના હિતોને અનુસરવા પડે છે. તુકારામના હિતોમાં આખી દુનિયાનો સમાવેશ થાય છે. પરંતુ જ્યારે આપણે આપણા ‘સ્વ’ને આપણા મનમાં બંધ કરીએ છીએ, ત્યારે તે ઝઘડાનું કારણ બની જાય છે. વ્યક્તિઓથી લઈને રાષ્ટ્રો સુધી ઝઘડાનું મૂળ આ જ છે. ‘અમારે જોઈએ, મારે જોઈએ’ એવી ભાવના છે, બાકીની દુનિયાને શું જોઈએ છે તેના પર વિચાર કરવામાં નથી આવતો.
ટેરિફ લાદ્યા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ બદલ્યું છે. જેનું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું, જોકે યુએસ ટેરિફ હજુ પણ ભારત પર લદાયેલો છે. મોહન ભાગવતનું આ નિવેદન તેમના જન્મદિવસ નિમિત્તે આવ્યું છે.
૧૧ સપ્ટેમ્બરના રોજ મોહન ભાગવતના ૭૫ વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા. ભાગવતે તેમના જન્મદિવસના એક દિવસ પહેલા એક કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે અમે દુનિયાને નવો રસ્તો બતાવીશું. તેમણે કહ્યું હતું કે દુનિયા આપણને ગુરુ કહેશે, પણ આપણે દુનિયાને મિત્ર કહીશું.