Last Updated on by Sampurna Samachar
ICC ના CEO સંજોગ ગુપ્તાએ PCB ને આ ઇમેઇલ કર્યો
ડ્રામેબાજ પાકિસ્તાનની સામે થશે કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હરકતોથી પરેશાન થઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ કડક કાર્યવાહી કરવાની પ્લાનિંગ કરી રહી છે. પાકિસ્તાને એશિયા કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી અને ત્યારબાદ એક કલાક મોડી UAE સામેની મેચ શરૂ કરવામાં આવી હતી.
ICC એ UAE સામેની મેચ પહેલા થયેલા ડ્રામાની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે અને PCB ને એક ઇમેઇલ મોકલ્યો છે, જેમાં ચેરમેન મોહસીન નકવી અને તેમના લોકો દ્વારા કરવામાં આવેલી ભૂલોનું પુરું લિસ્ટ છે. જય શાહની અધ્યક્ષતાવાળી ICC એ PCB ને આ ઇમેઇલ ૧૭ સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્લેયર્સ એન્ડ મેચ ઓફિસિયલ્સ એરિયામાં થયેલા ઉલ્લંઘન અંગે મોકલ્યો છે.
PCB એ પાયક્રોફ્ટ પાસેથી માફીની માંગણી કરી
માનવામાં આવી રહ્યું છે કે, ICC ના CEO સંજોગ ગુપ્તાએ PCB ને આ ઇમેઇલ લખ્યો છે, જેમાં તેમણે વિસ્તારથી જણાવ્યું છે કે, PMOA વિસ્તારમાં ફિલ્માંકન કરવું એ ગંભીર ઉલ્લંઘન છે. PCB એ UAE સામેની મેચ પહેલા ઘણું નાટક કર્યું હતું.
ભારતીય ટીમ દ્વારા હાથ ન મિલાવવાથી ગુસ્સે થયેલ PCB એ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ પર પાયાવિહોણા આરોપો લગાવ્યા અને તેમને હટાવવાની માંગ કરી. ICC એ તેના પર કોઈ કાર્યવાહી ન કરી, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વધુ ગુસ્સે થયું. PCB એ પાયક્રોફ્ટ પાસેથી માફીની માંગણી કરી. ICC એ આ માંગણી પણ ફગાવી દીધી.
પાયક્રોફ્ટે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા, કોચ માઈક હેસન અને ટીમ મેનેજર સાથે મુલાકાત કરી. આ વીડિયો PCB એ બનાવી લીધો અને લીક કર્યો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે, પાયક્રોફ્ટે માફી માંગી લીધી છે અને જ્યારે એવું કંઈ પણ થયું ન હતું. ICC આ હરકતોથી નારાજ થયું છે.