Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાની ટીમ ૫ ઓક્ટોબરે ભારત સામે ટકરાશે
મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ આગામી ICC મહિલા વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કેપ્ટનશીપ ફાતિમા સના કરશે. યુવા બેટ્સમેન આયમાન ફાતિમા જેણે તાજેતરમાં આયર્લેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, તેને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવી છે. આયમાને મે મહિનામાં પાકિસ્તાનની રાષ્ટ્રીય T20 ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા.
આયમાન ઉપરાંત, નતાલિયા પરવેઝ, રમીન શમીમ, સદફ શમાસ, સાદિયા ઇકબાલ, શવલ ઝુલ્ફીકાર અને સૈયદા અરુબ શાહ પણ પહેલીવાર ODI વર્લ્ડ કપમાં રમશે. આ યુવા ખેલાડીઓમાં ૨૧ વર્ષીય અરુબ અને ૨૦ વર્ષીય શવાલ અને આઈમાન ૨૦૨૩માં ICC મહિલા અંડર-૧૯ T૨૦ વર્લ્ડ કપના પ્રથમ વખત પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે.
૧૫ સભ્યોની ટીમમાં બે ફેરફાર કરાયા
૨૩ વર્ષીય ઓલરાઉન્ડર ફાતિમા સના ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. તે આ મેગા ઇવેન્ટમાં પહેલી વાર ટીમનું નેતૃત્વ કરશે. જોકે, આ પહેલા તેણે આ વર્ષની શરૂઆતમાં મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. ICC ક્વોલિફાયરમાં રમી રહેલી ૧૫ સભ્યોની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં આઈમાન અને સદાફનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ગુલ ફિરોઝા અને નાઝીહા અલ્વીને પાંચ સભ્યોની નોન-ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિઝર્વ ખેલાડીઓમાં તુબા હસન, ઉમ્મ એ હાની અને વહીદા અખ્તરનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાન મહિલા ટીમ સ્ક્વોડ : ફાતિમા સના (કેપ્ટન), મુનીબા અલી સિદ્દીકી (વાઈસ-કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, આઈમાન ફાતિમા, નશરા સંધુ, નતાલિયા પરવેઝ, ઓમાઈમા સોહેલ, રમીન શમીમ, સદાફ શમાસ, સાદિયા ઈકબાલ, શવાલ ઝુલ્ફીકાર, સિદરા અમીન, સિદરા અરૂબ નવાઝ.
રિઝર્વ: ગુલ ફિરોઝા, નાઝીહા અલ્વી, તુબા હસન, ઉમ્મ એ હાની, વહીદા અખ્તર.