લડ્યા વિના ચૂકવી રહ્યું છે કિંમત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ચાર દિવસના ઈરાન યુદ્ધને કારણે ભારતને થયું કરોડોનું નુકસાન

એવરેજ ૧૦ ડોલર પ્રતિ ડોલરનો વધારો માની લઈએ તો ભારતે પ્રતિ દિવસ ૫૦ લાખ બેરલ પર ૧૦ ડોલર વધારાના ચુકવવા પડી રહ્યાં છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મિડલ ઈસ્ટમાં વધતા તણાવની આર્થિક અસર ભારત પર પણ જાેવા મળી રહી છે. ઈરાન સંઘર્ષની અસર ભારત પર બે રીતે થઈ રહી છે- પ્રથમ કાચા તેલની કિંમતોમાં વધારો અને બીજુ ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો. અનુમાન પ્રમાણે માત્ર ચાર દિવસમાં ભારત પર લગભગ ૧૮૪૦ કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડી ચૂક્યો છે.

આવો સમજીએ દરરોજ કેટલું અને ક્યા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે અને તેના પર નિષ્ણાંતો શું કહી રહ્યાં છે.
ભારત દરરોજ લગભગ ૫ મિલિયન એટલે કે ૫૦ લાખ બેરલ કાચા તેલને આયાત કરે છે. જાે એવરેજ ૧૦ ડોલર પ્રતિ ડોલરનો વધારો માની લઈએ તો ભારતે પ્રતિ દિવસ ૫૦ લાખ બેરલ પર ૧૦ ડોલર વધારાના ચુકવવા પડી રહ્યાં છે.

ચાર દિવસમાં માત્ર તેલ મોંઘુ થવાથી આશરે ૧૮૨૦ કરોડ રૂપિયાનું વધ્યું ભારણ

આ રીતે કુલ ૫૦ મિલિયન ડોલર પ્રતિ દિવસ વધારાની ચુકવણી કરે છે. જાે ડોલરનું મૂલ્ય ૯૧ રૂપિયા ગણીતે તો આ લગભગ ૪૫૫ કરોડ રૂપિયાનો પ્રતિ દિવસ વધારાનો ખર્ચ થાય છે. આ હિસાબે ચાર દિવસમાં માત્ર તેલ મોંઘુ થવાથી આશરે ૧૮૨૦ કરોડ રૂપિયાનું ભારણ વધી ગયું છે.
આ સિવાય રૂપિયામાં ઘટાડાની અસર પડી રહી છે.

ભારતનું વાર્ષિક તેલ આયાત બિલ લગભગ ૧૬૦ બિલિયન ડોલર છે. જાે ડોલરના મુકાબલે રૂપિયો ૧ રૂપિયો નબળો પડે તો વાર્ષિત લગભગ ૧૬૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડે છે. તેને ચાર દિવસની ગણતરીએ જુઓ તો આશરે ૪૪ કરોડ રૂપિયા પ્રતિ દિવસ અને ચાર દિવસમાં લગભગ ૧૭૫-૧૮૦ કરોડ રૂપિયા થાય છે.

આ પ્રકારે તેલની કિંમતોમાં વધારો અને રૂપિયાની નબળાઈનો સરવાળો કરી ચાર દિવસમાં વધારાનો બોજ લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી જાય છે. આ મુદ્દા પર નિવૃત્ત પ્રોફેસર શિવાજી સરકારનું કહેવું છે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જારી સંઘર્ષની સીધું આર્થિક નુકસાન ભારત જેવા આયાત-ર્નિભર દેશોએ ઉઠાવવું પડી રહ્યું છે. તેમના મતે, સમુદ્રી અને હવાઈ માર્ગમાં અનિશ્ચિતતા વધવાથી કાર્ગો મૂવમેન્ટ પ્રભાવિત થઈ રહી છે, જેનાથી તેલ આયાત અને નિકાસ બંને પર અસર પડી શકે છે.

ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટા પાયે આયાત પર ર્નિબર છે, તેથી સંઘર્ષ લાંબો ચાલવાથી મોંઘવારી, આપૂર્તિ અને સરકારી નાણાકીય વ્યવસ્થા માટે પડકાર બની શકે છે. જાે આ તણાવ લાંબો ચાલે તો ભારતે વૈકલ્પિક આપૂર્તિ સ્ત્રોતો, રણનીતિક ભંડાર અને મુદ્રા સ્થિરતા જેવા ઉપાયો પર વધુ ભાર આપવો પડશે, જેથી આર્થિક નુકસાનને સીમિત કરી શકાય.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.