Last Updated on by Sampurna Samachar
આરોપી ફરાર થતાં પોલીસે શોધખોળ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણમાં ગેરકાયદે ડીઝલના વેપલાનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. મેલુસણ ગામ નજીક આવેલા પાર્લરમાંથી ૧૦૫ લીટર ડીઝલ જપ્ત કરી રૂપિયા ૪૯૯૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પાટણ જીલ્લામાં પાટણ – શિહોરી હાઈવે પર આરોપી કિરણ દેસાઈ નજીકના ગામોમાં ડીઝલ વેચાણ કરતો હતો. પોલીસને આરોપી ગેરકાયદેસર ડીઝલનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીઝલનો વેપલો ચાલતો હતો ત્યારે SOG ત્રાટકી હતી. મેલુસણ ગામ નજીક આવેલા પાર્લરના પાછળના ભાગમાંથી ૧૦૫ લીટર ડીઝલ જપ્ત કર્યુ છે.
SOG પોલીસે સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા દરમિયાન, મોબાઈલ ફોન, મોટરસાયકલ સહિત રૂપિયા ૪૯,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આરોપી કિરણ દેસાઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.