વિદ્યાર્થીનું મૃત્યુ સીનીયર્સ દ્વારા કરતી રેગિંગના કારણે થયું હોવાનું બહાર આવ્યું
ક્યાંક ને ક્યાંક કોલેજના સત્તાધીશો પણ જવાબદાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના પાટણના ધારપુરમાં GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગત મહિને ૧૮ વર્ષીય MBBS વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. જેમાં વિદ્યાર્થીના મૃત્યુને લઈને મેડિકલ કોલેજમાં અનેક અટકળોનો દોર શરૂ થયો હતો. મેડિકલ કોલેજના વિદ્યાર્થીના મૃત્યુના કારણોને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે વિદ્યાર્થીનું મૃત્યુ સીનીયર્સ દ્વારા રેગિંગના કારણે થયું છે. તેમજ એ માહિતી પણ સામે આવી કે વિદ્યાર્થીના મૃત્યુમાં કોલેજના સત્તાવાળાઓની શંકાસ્પદ ભૂમકિા છે. કૉલેજમાં હિંસા થઈ રહી હોવાનું જાણવા છતાં કોલેજ સત્તાધીશો તેમાં કોઈ દખલ ના કરી.
મળતી વિગતો અનુસાર , રેગિંગનો ભોગ બનેલા ૧૧ અન્ય પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના નિવેદનોને ટાંકીને તપાસમાં કહેવામાં આવ્યું છે કે સિનિયર્સ નવા વિદ્યાર્થીઓનું રેગિંગ કરતા રહ્યા અને કૉલેજ પ્રશાસન મૂક પ્રેક્ષક બનીને રહ્યું. જોકે, મેડિકલ કોલેજના ડીન ઈન્ચાર્જ ડૉ. હાર્દિક શાહે દાવો કર્યો છે કે તેઓ રેગિંગ વિશે જાણતા ન હતા.
જણાવી દઈએ કે ગુજરાતના પાટણ જિલ્લામાં મેડિકલ કોલેજના ૧૮ વર્ષીય વિદ્યાર્થીનું ૧૬ નવેમ્બરની રાત્રે મૃત્યુ થયું હતું . એવું નોંધવામાં આવ્યું હતું કે તેમની હોસ્ટેલમાં સિનિયર્સ દ્વારા રેગિંગ દરમિયાન તેમને કથિત રીતે ત્રણ કલાક ઊભા રાખવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરના જેસાડા ગામનો અનિલ નટવરભાઈ મેથાણીયા પાટણના ધારપુરમાં GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. સત્તાવાર સૂત્રોના અહેવાલ મુજબ, અધિકારીઓએ ૧૮ નવેમ્બરના રોજ માહિતી આપી હતી કે પોલીસે કથિત રીતે રેગિંગનો શિકાર બનેલા વિદ્યાર્થીના મૃત્યુ બાદ મેડિકલ કોલેજના ૧૫ વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધી છે. આરોપીઓ સામે હત્યા અને અન્ય ગુનાઓ નહીં પણ દોષિત માનવહત્યા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, તમામ આરોપીઓ MBBS ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા અને તેઓએ કથિત રીતે ૧૬ નવેમ્બરની રાત્રે કેટલાક જુનિયર વિદ્યાર્થીઓ સહિત મૃતકોને હોસ્ટેલના રૂમમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ઉભા રાખ્યા હતા અને માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યો હતો. અહેવાલ છે કે આરોપી વિદ્યાર્થીઓને કોલેજ પ્રશાસન દ્વારા આગામી આદેશ સુધી હોસ્ટેલ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.