Last Updated on by Sampurna Samachar
કાશ્મીરમાંથી આતંકી હરોળ પકડી પાડી
પુછપરછમાં D-6 કોડનો થયો ચોંકાવનારો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી લાલ કિલ્લા ખાતે કારમાં કરાયેલ આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં ડોકટર શાહીનની પુછપરછના આધારે તપાસ એજન્સીઓએ કેટલાક ખુલાસા કર્યાં છે. ડોકટર શાહિન પાસેથી જુદા જુદા સરનામાંવાળા પાસપોર્ટ મળી આવ્યા છે. એ પાસપોર્ટની ચકાસણી કરાતા ડોકટર શાહિન થાઇલેન્ડ અને પાકિસ્તાન સહિત અનેક દેશનો પ્રવાસ કરી ચૂકી છે. જૈશ એ મહોમ્મદની મહિલા પાંખની ડોકટર શાહિન પાસેથી D-6 કોડ મળી આવ્યો હતો. જેની પુછપરછમાં ખૂબ મોટો ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે.

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી કાર વિસ્ફોટ અંગે અત્યાર સુધીમાં ઘણા ખુલાસા થયા છે. જેના આધારે સુરક્ષા દળોએ ખાસ કરીને કાશ્મીરમાંથી આતંકી હરોળ પકડી પાડી છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે.
ધાર્મિક સ્થળો અને RSS કાર્યાલયોને નિશાન બનાવવા માંગતા
ફરીદાબાદ મોડ્યુલ અને અલ ફલાહ યુનિવર્સિટી પણ કેટલી હદે આતંકી અને દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલી છે તે બહાર આવ્યું છે. દરમિયાન, ડોકટર શાહીન વિશે પણ નવા ખુલાસા થયા છે. સુરક્ષા એજન્સીના સૂત્રો દ્વારા મળી રહેલા અહેવાલો અનુસાર, ડોકટર શાહિને, ૨૦૧૩ માં થાઇલેન્ડની ટૂર કરી હતી.
એવું બહાર આવ્યું છે કે ડોકટર શાહીને કાનપુરમાં નોકરી છોડ્યા પછી ૨૦૧૩માં થાઇલેન્ડ ગઈ હતી. તપાસ એજન્સીઓને ડોકટર શાહીનના કબજામાં ત્રણ પાસપોર્ટ મળી આવ્યા છે. એક પાસપોર્ટ કાનપુરની ય્જીફસ્ મેડિકલ કોલેજનું સરનામું ધરાવે છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, બીજા પાસપોર્ટનું સરનામું લખનૌનું છે અને ત્રીજા પાસપોર્ટનું સરનામુ ફરીદાબાદનું છે. ત્રણેય પાસપોર્ટમાં વાલીનું નામ પણ અલગ અલગ છે. એકમાં પિતાનું નામ વાલી તરીકે, બીજામાં પતિનું નામ વાલી તરીકે, ત્રીજામાં ભાઈનું નામ વાલી તરીકે નોંધાયેલું છે. એક પાસપોર્ટમાં ઇન્ટિગ્રલ યુનિવર્સિટીનું સરનામું દર્શાવવામાં આવ્યું છે, જ્યાં તેનો ભાઈ પરવેઝ કામ કરતો હતો.
તપાસ એજન્સીઓ શાહીનની વિદેશ યાત્રાની વિગતો પણ ચકાસી રહી છે. પાસપોર્ટની તપાસ કર્યા પછી, એવું બહાર આવ્યું કે શાહીન ત્રણ વખત પાકિસ્તાન ગઈ હતી અને છ વખત અન્ય દેશોની યાત્રા કરી હતી.
“મેડમ સર્જન” તરીકે ઓળખાતી ડોકટર શાહીન, વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલમાં મુખ્ય હરોળ તરીકે કામ કરતી હતી. “D-6 મિશન” હેઠળ, ૬ ડિસેમ્બરના રોજ બોમ્બ વિસ્ફોટને અંજામ આપવા માટે એક યોજના ઘડવામાં આવી હતી. આ દ્વારા, આ બધા આતંકીઓ ૧૯૯૨માં ૬ ડિસેમ્બરના રોજ કરાયેલ બાબરી મસ્જિદના ધ્વંસનો બદલો લેવા માંગતા હતા.
આ જ કારણ છે કે, ધાર્મિક સ્થળો અને RSS કાર્યાલયોને નિશાન બનાવવામાં ઈચ્છતા હતા. અત્યાર સુધી, હવાલા દ્વારા શાહીન, ઉમર અને મુઝમ્મિલ સુધી માત્ર ૨૦ લાખ રૂપિયા જ પહોંચ્યા હોવાના અહેવાલ છે. ડોકટરો મિશનના કાર્યમાં તેમની નોંધપાત્ર કમાણીનું રોકાણ કરી રહ્યા હતા, છતાં તેઓ લો પ્રોફાઇલ રહ્યા. એજન્સીઓએ શાહીનની બેંક વિગતો, મુસાફરી ઇતિહાસ, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, કોલ વિગતો અને ડાયરીમાંથી મહત્વપૂર્ણ પુરાવા મેળવ્યા છે.