સંસદીય સમિતિએ કરી ભલામણ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પણ KYC કરાવવું પડશે?

જો સંસદીય સમિતિની ભલામણને મંજૂરી મળશે તો ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર KYC ફરજિયાત બની શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

જો સંસદીય સમિતિની ભલામણને મંજૂરી મળશે તો ટૂંક સમયમાં ભારતમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ડેટિંગ એપ્સ અને ગેમિંગ પ્લેટફોર્મ્સ પર KYC ફરજિયાત બની શકે છે. સંસદીય સમિતિએ મહિલાઓ અને સગીરોની સુરક્ષા માટે આ ભલામણ કરી છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી સગીરોને દૂર રાખવાની ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં સંસદીય સમિતિએ ગૃહ મંત્રાલય અને આઈટી મંત્રાલયને આ મહત્વપૂર્ણ ભલામણ કરી છે.

સંસદીય સમિતિના પ્રસ્તાવ મુજબ, સોશિયલ મીડિયા, ડેટિંગ એપ્સ અને ગેમિંગ પ્લેટફોર્મ્સ પર KYC આધારિત યુઝર્સની ઓળખ અને ઉંમરની તપાસ કરવાની વ્યવસ્થા લાગુ કરવાની વાત કરવામાં આવી છે. આ ભલામણ મહિલાઓના સશક્તિકરણ અંગેની સંસદીય સમિતિ દ્વારા ‘સાયબર ગુનાઓ અને મહિલાઓની સાયબર સુરક્ષા’ વિષય પર રજૂ કરાયેલ રિપોર્ટનો ભાગ છે.

નિયમિત અંતરે યુઝર્સનું ફરીથી વેરિફિકેશન કરવું જોઈએ

સમિતિએ ભારપૂર્વક કહ્યું છે કે, ફેક પ્રોફાઇલ અને અજાણ્યા શખ્સો દ્વારા હેરાનગતિ જેવી સમસ્યાઓને રોકવા માટે તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ફરજિયાત KYC વેરિફિકેશન હોવું જોઈએ. રિપોર્ટમાં સૂચવ્યું છે કે કંપનીઓએ નિયમિત અંતરે યુઝર્સનું ફરીથી વેરિફિકેશન કરવું જોઈએ અને જે એકાઉન્ટની વારંવાર ફરિયાદ આવે છે, તેના પર વિશેષ નજર રાખવી જોઈએ.

આ ઉપરાંત, ડેટિંગ અને ગેમિંગ એપ્સ માટે કડક લાઇસન્સિંગ નિયમો અને ઉંમર-વેરિફિકેશન પ્રક્રિયા બનાવવાની માંગ કરવામાં આવી છે. જેથી મહિલાઓ અને સગીરોને છેતરપિંડી અથવા શોષણથી બચાવી શકાય. નિયમોનું ઉલ્લંઘન કરનાર પ્લેટફોર્મ્સ પર ભારે દંડનો પણ પ્રસ્તાવ છે. પેનલે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે ફેક એકાઉન્ટ્સને કારણે સાયબર સ્ટોકિંગ, ઓનલાઇન ઉત્પીડન અને મંજૂરી વગર પર્સનલ તસવીરો શેર કરવાના બનાવ વધી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને ઓળખની ચોરીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. તેને રોકવા માટે KYC ની સાથે-સાથે ફરિયાદોની તપાસ માટે પણ સિસ્ટમ બનાવવાની જરૂર છે. આ ઉપાયોથી ડિજિટલ પ્લેટફોર્મ્સનો દુરુપયોગ ઘટી જશે અને ઓળખને સુનિશ્ચિત કરવી સરળ બનશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.