ફરાર નરાધમોને પકડવા પોલીસે શોધખોળ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર જિલ્લામાં એક પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૨ વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેથી આ ઘટના હાલ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. સાથે જ ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે.
બનાવની વિગતવાર વાત કરીએ તો ભાવનગરના પાલીતાણામાં આ બનાવ સામે આવ્યો છે. જ્યાં ૧૨ વર્ષની બાળકી સાથે સોનગઢ રોડ પર રેલવે ફાટક પાસે ૩ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. બાળકી સાથે આ કૃત્ય કરનાર આરોપીઓ હાલ ફરાર છે. જેથી ઘટનાને લઈને પોલીસ પણ હાલ એક્શન મોડમાં આવી ગઈ છે અને આરોપીઓને પોલીસ શોધી રહી છે.
એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, જયપાલ સિંધી નામનો વ્યક્તિ બાળકીને બાઈક પર બેસાડીને લઈને ગયો હતો અને બાદમાં બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. સમગ્ર મામલે પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને પોલીસ પણ હવે આ મામલે આરોપીઓની શોધખોળ કરી રહી છે. પરંતુ ઘટનાને લઈને હાલ લોકોમાં રોષનો માહોલ જાેવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૫ મા ધોરણમાં અભ્યાસ કરતી અને ૧૨ વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની આ ઘટનાને લઈને જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ આ ઘટના જિલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. શહેરના સોનગઢ રોડ પર આવેલ રેલવે ફાટક પાસે આ સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. જેને લઈને પોલીસ પણ હાલ આરોપીઓને શોધી રહી છે.