Last Updated on by Sampurna Samachar
પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરના ઈદગાહ રોડ પર રૂપિયા ૨.૫૦ લાખની લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ અંગે પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર પાલનપુરમાં ઈદગાહ રોડ પર આવેલા નાણા ધીરનારના વેપારી સાથે લાખોની લૂંટ મચી હતી. પોતાના ઘરની પાસે વાહન પાર્ક કરતા અજાણ્યા ઈસમો રોકડ અને દાગીનાનો થેલો હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
જે થેલામાં ૨.૫૦ લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના હોવાનું સામે આવ્યું છે. ભયભીત થયેલા વેપારીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધાવતા સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ CCTV કેમેરાના આધારે પાલનપુર પોલીસ ઈસમોને શોધી રહી છે. વેપારી પાસે ઘટનાનું નિવેદન લેવામાં આવ્યું છે. આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.