Last Updated on by Sampurna Samachar
યુઝર્સ તેને પાણીની ટાંકી કહીને મજાક ઉડાવી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન દ્વારા ચીન ખાતેથી પ્રથમ ઉપગ્રહ EO – 1 લોન્ચ કરવામાં આવ્યો હતો. જે આ સેટેલાઈટ લોન્ચિંગની તસવીર સાથે જાણીતા રાજકારણી અને નેતા શાહબાઝ શરીફે ઠ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. ત્યાર પછીથી જ શાહબાજ શરીફની પોસ્ટ પર પાકિસ્તાનના પહેલા સ્વદેશી ઉપગ્રહને ટ્રોલ કરવામાં આવવા લાગ્યો. યુઝર્સ તેને પાણીની ટાંકી કહીને મજાક ઉડાવી રહ્યા છે. આ ઉપરાંત તેના પર ઘણા પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે
શાહબાઝ શરીફે તેને પાકિસ્તાન માટે ગર્વની વાત ગણાવીને દેશના વિકાસ અને કૃષિ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ ગણાવી હતી. આ પછી ભારતીય યુઝર્સ સિવાય પાકિસ્તાની અને અન્ય દેશોના યુઝર્સે પણ આ ઉપગ્રહની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું.
સોશિયલ મીડિયા એપ X પર આ પોસ્ટ પર લખ્યું છે – નમસ્તે ભાઈ, મોટર બંધ કરી દો, હવે તે ભરાઈ ગઈ છે. પાણી આખા મહોલ્લા સુધી પહોંચી રહ્યું છે. તો અન્ય એક પાકિસ્તાની યુઝરે એ શાહબાઝ શરીફને ભ્રષ્ટ અને પાકિસ્તાન માટે કલંક ગણાવીને ટ્રોલ કર્યા હતા. આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું છે, કે નવી પાણીની ટાંકી માટે શુભેચ્છાઓ.
કેટલાક લોકો તેને બાળકની દૂધની બોટલ કહીને મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે સફેદ પાણીની ટાંકીનો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે, કે તમે કોની પાણીની ટાંકી ચોરી છે? એક યુઝરે ૫૦૦૦ લિટરની સફેદ પાણીની ટાંકીનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું – સેમ ટૂ સેમ. તો કેટલાક યુઝર્સે ભારત અને પાકિસ્તાન દ્વારા પહેલીવાર સેટેલાઈટ લોન્ચના મીમ્સ પણ શેર કર્યા હતા. જેમાં ભારતમાં ISRO નુ લોન્ચિંગ પેડ જોવા મળી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન માટે કાગળમાંથી બનાવવામાં આવેલા બાળકોના રમકડાના વિમાનનો ફોટો હતો. એક યુઝરે લખ્યું, આ લોકો કેટલા સુંદર છે કે, પાણીની ટાંકીને પણ તેઓ આકાશમાં મોકલે દે છે.