Last Updated on by Sampurna Samachar
Contents
પરમાણુ બોંબની ધમકી આપતા મામલો ગરમાયો
નિવેદન બાદ ભારત સરકારે ભર્યુ પગલુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન, ભારતે હવે પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફ સામે કાર્યવાહી કરતા તેના X એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું છે.

અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું : ખ્વાજા આસિફ
પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે અગાઉ કહ્યું હતું કે, ‘ પાકિસ્તાન હાઇ એલર્ટ છે અને અમારી સેના સંપૂર્ણપણે તૈયાર છે.‘ તેમણે ચેતવણી પણ આપી હતી કે, ‘ જો પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ લઈને ખતરો અનુભવાશે તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું. તેમના નિવેદન બાદ ભારત સરકારે આ પગલું ભર્યું છે.
ભારતે જમ્મુ અને કાશ્મીર પર ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાવવા તેમજ આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા એમ આસિફનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે.