Last Updated on by Sampurna Samachar
આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરાઇ
સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી ૩ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે. આ જોયા પછી નેટીઝન્સ હવે દિલજીત દોસાંઝને ટ્રોલ કરી રહ્યા છે.
હકીકતમાં પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સ્ટાર્સના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સરદાર જી ૩નું ટ્રેલર હાનિયા આમિરને જોઈને ભડક્યા છે. આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
આ ફિલ્મ વિદેશોમાં રિલીઝ થઇ રહી છે
ઉલ્લેખનીય છે કે, સ્ટૂડિયોના પોસ્ટર શેર કરતાં તેમાં લખ્યું, અમને એ જાહેર કરતાં બહુ આનંદ થઈ રહ્યો છે કે, સરદાર જી ૩ પોજ વિદેશોમાં રિલીઝ થશે. જોકે, ભારતમાં તેની રિલીઝને હાલમાં રોકી દેવામાં આવી છે. અમે તમારા પ્રેમ અને ધીરજની કદર કરીએ છીએ, અને ખૂબ જ જલ્દી ભારતમાં તેની રિલીઝ થવાની તારીખ શેર કરીશું. અપડેટ માટે જોડાયેલા રહેજો. તમને દરેકને મોટા પડદા પર ફિલ્મ બતાવવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ.
તો સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરતાં દિલજીત દોસાંઝે પણ લખ્યું છે કે, આ માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે. તેમણે લખ્યું કે, સરદાર જી ૩ જૂનમાં માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે. વિદેશમાં રિલીઝ થયા હોવા છતાં, સરદાર જી ૩ ના ટ્રેલરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે.
એક ચાહકે લખ્યું, “દેશ પહેલા આવે છે – દિલજીતને પાકિસ્તાની સહ-કલાકારો સાથે આટલો આરામદાયક જોઈને નિરાશા અનુભવી રહ્યો છું.” બીજાએ લખ્યું, પહલગામ પછી દિલજીત પાસેથી આવી અપેક્ષા નહોતી – સીમા ક્યાં છે ? બીજાએ લખ્યું, સરદાર જી ૩ ને બાયકોટ કરો. જ્યારે બીજાએ લખ્યું, માફ કરશો પાજી, અમે આ ફિલ્મ જોવા નથી જવાના, અમે અમારા દેશની વિરુદ્ધ નહીં જઈ શકીએ.