Last Updated on by Sampurna Samachar
હવે ભારતમાં PSL મેચ જોઈ શકાશે નહીં
તમામ મેચ ઓટીટી પ્લેટફોર્મ પર થવાની હતી પ્રસારિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ હુમલા બાદ વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી ક્રિકેટ લીગ PSL ભારતમાં પ્રસારણ પર પણ રોક લગાવવાના સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટની વાત માનીએ તો, PSL ના સત્તાવાર ડિજિટલ બ્રોડકાસ્ટર FANCODE એપે PSL ભારતમાં પ્રસારણ પર રોક લગાવવાનો ર્નિણય લીધો છે એટલે કે હવે ભારતમાં PSL મેચ જોઈ શકાશે નહીં.

સૂત્રોના જણાવ્યા અનુસાર, FANCODE એ પાકિસ્તાનમાં ચાલી રહેલી ક્રિકેટ સુપર લીગ PSL ૨૦૨૫ના પ્રસારણને ભારતમાં રોકવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે નુકસાન થવાની સંભાવના છે. હાલમાં ભારતમાં ચાલી રહેલા ઈંડિયન પ્રીમિયર લીગ સાથે સાથે પાકિસ્તાનમાં પણ સુપર લીગનું આયોજન થઈ રહ્યું છે. આ મહિને ૧૧ એપ્રિલે PSL ની શરુઆત થઈ હતી. જેની તમામ મેચ ઓટીટી પ્લેટફોર્મ FANCODE પર પ્રસારિત કરવામાં આવી રહી હતી.
ટૂર્નામેન્ટને બેન કરી તેમના શ્વાસ રોકવાનું કામ કર્યું
FANCODE ના આ ર્નિણય બાદ પાકિસ્તાન સુપરલીગની ડિજિટલ વ્યૂઅરશિપમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. જેની સીધી અસર PCB એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના રેવન્યૂ પર પડશે. કંગાળીની હાલતમાં બહાર આવવાના ફાંફા મારતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PSL ને પોતાની લાઈફ માને છે અને હવે ભારતે આ ટૂર્નામેન્ટને બેન કરી તેમના શ્વાસ રોકવાનું કામ કર્યું છે.
હાલમા જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ કાયરતાપૂર્ણ હરકત કરતા ૨૬ પર્યટકોને હત્યા કરી નાખી હતી. પહલગામમાં થયેલા આ મોટા હુમલાથી આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે. ભારત સરકારે આ હુમલા બાદ પાકિસ્તાન સાથે તમામ ડિપ્લોમેટિક સંબંધો ખતમ કરવાનો ર્નિણય લીધો છે. ૨૦૧૯ માં થયેલા પુલવામા આતંકી હુમલા બાદ તેને સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.