Last Updated on by Sampurna Samachar
ઈરાને પાકિસ્તાનના જહાજને હોર્મુઝથી ઉલ્ટા પગે ભગાડ્યું
ઈરાનની ખાડીમાંથી કરાંચી તરફ આવી રહેલા જહાજ સેલેનને હોર્મુંઝમાં રોકાયું છે, જેથી જહાજરિટર્ન ખાડીમાં જવું પડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને અમેરિકા- ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઈસ્લામાબાદ મોટો રોલ નિભાવી રહ્યું છે તે વિશ્વ ગુરૂ બનીને આ યુદ્ધ રોકાવી રહ્યું હોવાના સમાચારો છે. ટ્રમ્પ ખુદ આ મામલે દિલચસ્પી દાખવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં મિમ્સ ચાલી રહ્યાં છે કે મેં દુનિયાભરના યુદ્ધ રોકાવ્યા પણ મારું યુદ્ધ કોઈ રોકાવી રહ્યું નથી. એવા અહેવાલો છે કે મોજતબાએ અમેરિકાના પ્રસ્તાવને મંજૂર રાખી કેટલીક શરતો રાખી છે અને આ વાટાઘાટોમાં ઈસ્લામાબાદની પ્રમુખ ભૂમિકા છે. દુનિયા સામે યુદ્ધ રોકાવી વિશ્વ ગુરૂ બનવા નીકળેલા પાકિસ્તાનને ઈરાને ઝટકો આપ્યો છે.

ઈરાને ખાડીમાંથી કરાંચી તરફ આવી રહેલા જહાજ સેલેનને ખાડી પસાર કરવાની પરમિશન ન આપતાં પાકિસ્તાનની આબરૂનાં કાંકરા થઈ ગઈ છે. ભારત અથ્યાર સુધી ૬થી ૭ જહાજો હોર્મુંઝની ખાડીમાંથી પસાર કરીને લાવ્યું છે. ભારત સ્પષ્ટ કહી રહ્યું છે કે ખાડી પર કોઈ દેશનો કબજો ન હોવો જોઈએ.
હાયપરસોનિક મિસાઈલોના ઉપયોગે યુદ્ધમાં એક નવો મોડ લાવી દીધો
રિપોર્ટ અનુસાર આ જહાજ સંયુક્ત અરબ અમિરાતથી પાકિસ્તાનના કરાંચી તરફ આવી રહ્યું હતું. પાકિસ્તાને આ મામલે ચૂપકીદી સાધી લીધી છે. યુએઈએ પણ કોઈ ટિપ્પણી કરી નથી. કાબૂલ સ્થિત દૂતાવાસે એક જાહેરાત કરી શકે છે કે ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડની નેવીએ પાકિસ્તાન જઈ રહેલા શિપને યૂએઈ પરત મોકલી દીધું છે. કારણ કે ઈરાન સરકારે આ જહાજને પસાર થવા દેવા માટે મંજૂરી આપી નહોતી.
આ નાનું ફીડર કંટેનર જહાજ હતું જે ૨૦૦૦માં બનાવાયું હતું. જેમાં લગભગ ૬૮૫૦ ટન સામાન હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર આ જહાજમાં શારજહાં પાસેથી સામાન ભરાયો હતો. જે ઓમાનના રસ્તાથી હોર્મુંઝની ખાડી પસાર કરવા જઈ રહ્યું હતું. જો કે કન્ટેનર જહાજને ચેતવણી આપી તો એને પોતાનો રસ્તો બદલી દીધો હતો. આ જહાજ પર શું સામાન હતો એ બાબતે કોઈ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી.
ઈરાન છેલ્લા ૨૪ કલાકમાં ઈઝરાયેલમાં દર એક કલાકે ૧૦ મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. ઈઝરાયેલ કહી રહ્યું છે એને ૭૦ ટકા મિસાઈલો હવામાં જ નાશ કરી દીધી છે. જે ૩૦ ટકા મિસાઈલો જમીન પર પડી છે એનાથી મોટુ નુક્સાન થયું છે. લગભગ ૨૦૦ લોકો ઘાયલ થયા છે. કેટલીક મિસાઈલોમાં ક્લસ્ટર વોરહેડ લગાવેલા હતા. જે હવામાં ફાટીને નાના નાના બોમ્બમાં ફેરવાઈ જાય છે. જેને પગલે શહેરી વિસ્તારમાં તબાહી મચી છે અને બચાવ કાર્ય પણ મુશ્કેલ બની ગયું છે. ઈરાન જાણી જોઈને મોટાપાયે મિસાઈલો છોડી રહ્યું છે કારણ કે ઈઝરાયેલી ડિફેન્સ સિસ્ટમને થકવી દેવાય. હાયપરસોનિક મિસાઈલોના ઉપયોગે યુદ્ધમાં એક નવો મોડ લાવી દીધો છે.
શહબાઝ શરીફે આ પહેલાં પણ કહ્યું હતું કે, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે વાતચીત ચાલું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પણ કહ્યું છે કે તેઓ ઈરાનના વિદેશમંત્રી અરાધચી સાથે સંપર્કમાં છે. એમને ત્યાં સુધી કહ્યું કે ફિલ્ડ માર્શલ અશીમ મુનિર આ વાતચીતમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ઓમાનમાં પાકિસ્તાનના પૂર્વ રાદજૂત ઈમરાન અલી ચૌધરીએ એક ટીવી ચેનલને જણાવ્યું કે આસિમ મુનિરે વિટફોક અને કુશનર સાથે બે સપ્તાહ પહેલાં જ વાતચીત કરી હતી.
પાકિસ્તાન ટ્રમ્પની વિદેશનીતીનો એક અહમ હિસ્સો રહ્યું છે. જે ૮ યુદ્ધ બંધ કરાવવાનો ટ્રમ્પ દાવો કરી રહ્યાં છે એમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ પણ છે. પાકિસ્તાન સિવાય સાઉદી, મિસ્ત્ર અને તુર્કી પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યાં છે.કતરે મંગળવારે જ કહ્યું હતું કે તે યુદ્ધના અંત માટે કોઈ પણ કૂટનીતિક પ્રયાસોનું સમર્થન કરશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો શુક્રવારે ફ્રાંસમાં ય્૭ના વિદેશ મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યાં છે કે આ યુદ્ધ અંગે ચર્ચા થઈ શકે. યુદ્ધ શરૂ થયા પછી આ એમની પહેલી વિદેશયાત્રા છે.