Last Updated on by Sampurna Samachar
અત્યારસુધી મોકલાયેલી સૌથી મોટી ચોખાની નિકાસ
ચોખા નિકાસ પર શૂન્ય દર લાગુ કરવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન કંગાળની કગાર પર ઉભુ છે. ભૂખમરી જેવી પરિસ્થિતિ છે અને મોંઘવારી ચમર સીમા પર છે. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને છે. પાકિસ્તાનની હાલાત ફાટેલી નોટ જેવી છે પરંતુ તેણે બાંગ્લાદેશને લઇને જે પગલું ઉઠાવ્યુ છે તેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો. બાંગલાદેશને પાકિસ્તાન એક લાખ ટન ચોખાની નિકાસ કરશે. પાકિસ્તાને આ પગલું એવા સમયે ઉઠાવ્યુ છે જ્યારે પોતાના દેશના લોકો પરેશાન છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસિનાના અપદસ્થ પછીથી બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં સુધારો થયો છે. TCP ના એક અધિકારીએ જણાવ્યું કે તેના માટે ગયા અઠવાડિયે ‘ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન’ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને મોકલવામાં આવતી આ અત્યાર સુધીની સૌથી મોટી ચોખાની મોકલ છે.
પાકિસ્તાની નિકાસકારોની ભારત સાથે સારી સ્પર્ધા
આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશો દ્વારા સરકાર સ્તરે વેપાર શરૂ કર્યા બાદ ૫૦,૦૦૦ ટન ચોખાની પહેલી નિકાસ કરવામાં આવી હતી. ચોખા નિકાસકર્તાએ જણાવ્યું કે જો બાંગ્લાદેશ સાથેનો વેપાર વધશે તો તે વ્યવસાય માટે સારું રહેશે, કારણ કે નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ની પહેલી ત્રિમાસિક ગાળામાં ચોખા નિકાસમાં ૨૮ ટકા ઘટાડો નોંધાયો છે.
પંજાબ પ્રાંતમાં પોતાની ચોખાની મિલ ચલાવતા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી અમારે અનેક અડચણોનો સામનો કરવો પડે છે, જેના કારણે આખી પ્રક્રિયા જટિલ બની જાય છે. તેમણે કહ્યું કે ઘટાડાનું કારણ ગયા વર્ષે ભારત દ્વારા ચોખા નિકાસ ફરી શરૂ કરવી અને સરકારે બાસમતીના ન્યૂનતમ નિકાસ મૂલ્યને દૂર કરવું તથા ચોખા નિકાસ પર શૂન્ય દર લાગુ કરવો છે.
ગયા વર્ષથી પાકિસ્તાની નિકાસકારો ભારત સાથે સારી સ્પર્ધા કરી રહ્યા છે અને અમારી પાસે ચોખા નિકાસ વધારવાની તક છે, ખાસ કરીને અમેરિકન બજારમાં, કારણ કે અમેરિકા બાસમતી ચોખા સહિત ભારતીય વસ્તુઓ પર ૫૦ ટકા ટેરિફ લગાવી ચૂક્યું છે.