Last Updated on by Sampurna Samachar
૨૦૨૪ દરમિયાન ઘરની કિંમતમાં ૧૫ ટકા જેટલો વધારો
મજબૂત માંગ અને ઊંચા ઈનપુટ ખર્ચને કારણે ભાવ વદ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતુ શહેર છે. અમદાવાદ (AHEMDABAD) માં જે રીતે વસ્તી સતત વધી રહી છે તે રીતે મકાનોના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. અમદાવાદમાં ઘર ખરીદવું સામાન્ય લોકો માટે એક સપનું બની રહ્યું છે. શહેરના પ્રાઇમ વિસ્તારમાં તો મકાનના ભાવ સતત વધી રહ્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪ દરમિયાન ઘરની કિંમતમાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે.
એક રિપોર્ટ અનુસાર દેશના મુખ્ય આઠ શહેરોમાં ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં મકાનોની કિંમતમાં એવરેજ ૧૦ ટકા જેટલો વધારો થયો છે. મજબૂત માંગ અને ઊંચા ઈનપુટ ખર્ચને કારણે મકાનોની કિંમત વધી રહી છે. અમદાવાદની વાત કરીએ તો વર્ષ ૨૦૨૩ના ત્રીજા ક્વાર્ટરની તુલનામાં ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં ૧૫ ટકા જેટલી કિંમતો વધી છે.
ઘરોની કિંમત ૧૭ ટકા સુધી વધી
અમદાવાદમાં કાર્પેટ એરિયા પ્રમાણે મકાનોની કિંમતમાં પ્રતિ ચોરસ ફૂટ ૭૭૨૫ રૂપિયા જેટલો વધારો થયો છે. ક્રેડાઈ, કોલિયર્સ અને લાઇસેસ ફોરાસ દ્વારા જાહેર કરવામાં આવેલા સંયુક્ત રિપોર્ટ પ્રમાણે અમદાવાદ ઘરની કિંમતો વધવાના મામલે ત્રીજા સ્થાને છે. મકાનોની કિંમતમાં સૌથી વધુ વધારો દિલ્હી-એનસીઆરમાં ૩૧ ટકા અને કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં ૨૩ ટકા થયો છે.
અમદાવાદની વાત કરવામાં આવે તો બોપલ, આંબલી, પ્રહલાદનગર, સાઉથ બોપલ, સેટેલાઈટ અને વેજલપુર વિસ્તારમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘરોની કિંમત ૧૭ ટકા સુધી વધી છે. સાબરમતી, મોટેરા, ચાંદખેડા, ગાંધીનગરમાં ઘરના ભાવમાં ૨૧ ટકાનો વધારો થયો છે. આ સિવાય વાત કરવામાં આવે તો સિટી સેન્ટ્રલ, વેસ્ટ આંબાવાડી, બોડકદેવ, વસ્ત્રાપુર, મેમનગર અને પાલડીમાં મકાનોની કિંમત ૭ ટકા જેટલી વધી છે.
આ સિવાય સાઉથ વેસ્ટમાં બોપલ, આંબલી, પ્રહલાદનગર, સાઉથ બોપલ, સેટેલાઈટ અને વેજલપુરમાં ઘરની કિંમત ૧૭ ટકા જેટલી વધી છે. તો બાપુનગર, મણીનગર, ઈસનપુર, નરોડા અને વસ્ત્રાલમાં ઘરોની કિંમતમાં ૧૬ ટકા જેટલો વધારો થયો છે. ઘાટલોડિયા, ગોતા, સાયન્સ સિટી, થલતેજ જેવા વિસ્તારોમાં ઘરોની કિંમતમાં ૨૦ ટકાનો વધારો થયો છે.