Last Updated on by Sampurna Samachar
ઓવૈસી ભાજપના નેતા બૈજયંત પાંડાના બોર્ડનો ભાગ
તુર્કીની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉભા કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદના મુદ્દાને વિશ્વ સમક્ષ લાવવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ભારતે ૭ પ્રતિનિધિમંડળો બનાવ્યા, જેમાં AIMIM ના વડા અસદુદ્દીનનો પણ સમાવેશ થાય છે. ત્યારે ઓવૈસી ભાજપના નેતા બૈજયંત પાંડાના બોર્ડનો ભાગ છે. આ પ્રતિનિધિમંડળ દોહા, કતર અને કુવૈતની મુલાકાતે છે.

આ પ્રતિનિધિમંડળમાં બૈજયંત પાંડા ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે તાજેતરમાં પાકિસ્તાનીઓની જોકર સાથે સરખામણી કરી હતી, જ્યારે કુવૈત અને બહેરીનમાં આતંકવાદને સમર્થન આપવા અને ખોટા દાવાઓ બદલ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો.
‘નકલ કરવા માટે પણ અકલની જરૂર પડે’
અસદુદ્દીન ઓવૈસીએ માત્ર પાકિસ્તાનની લશ્કરી અને રાજકીય નિષ્ફળતાઓનો પર્દાફાશ કર્યો નથી, પરંતુ તુર્કીની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. ઓવૈસીના કઠોર શબ્દોએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું કડક વલણ વધુ સ્પષ્ટ કર્યું છે. તેમણે પાકિસ્તાની સેના પર કટાક્ષ કરતા કહ્યું કે “નકલ કરવા માટે પણ અકલની જરૂર પડે છે. કુવૈતમાં આયોજિત એક કાર્યક્રમમાં AIMIM સાંસદ ઓવૈસીએ પાકિસ્તાન સેના અને ખાસ કરીને જનરલ અસીમ મુનીર પર નિશાન સાધ્યું અને કહ્યું કે મુનીર એક SO CALLED ફિલ્ડ માર્શલ” છે.
હકીકતમાં જોઈએ તો, ઓવૈસીએ શહબાઝને મુનીર દ્વારા તસવીર ગિફ્ટમાં આપતા કહ્યું કે, પાકિસ્તાનીઓને નકલ કરતા પણ આવડતું નથી, કારણ કે નકલ કરવામાં પણ અકલની જરુર હોય છે. અસીમ મુનીરે શહબાઝ શરીફને આ લડાઈની તસવીર ગિફ્ટમાં આપી હતી, જ્યારે તે તસવીર ૨૦૧૯ ના ચીની યુદ્ધાભ્યાસની હતી.
બહરીનમાં ઓવૈસીએ પાકિસ્તાનના એ દાવાને પણ ફગાવી દીધો, જેમાં તેઓ ખુદને આતંકવાદનો શિકાર ગણાવે છે. તેમણે બિંદાસ્ત કહ્યું કે, આતંકવાદની શરુઆત પાકિસ્તાનમાંથી જ થાય છે. જો ત્યાંની સરકાર અને સેના તેને સંરક્ષણ આપવાનું બંધ કરી દે, આ ખતમ થઈ શકે છે. ઓવૈસીએ પાકિસ્તાનના સમર્થનમાં ઊભેલા તુર્કી પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, જો તુર્કી આતંકવાદ વિરુદ્ધ છે તો એર્દોગન એ જણાવે છે કે તેઓ પોતાના જ નાગરિકો પર કેમ બોમ્બ વરસાવે છે.