Last Updated on by Sampurna Samachar
મંદિર-મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં પૂજા સ્થળ કાયદાને લાગુ કરવા અંગે માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓવૈસીએ પોતાની અરજીમાં કેન્દ્ર સરકારને કાયદાને અસરકારક અમલીકરણ નક્કી કરવાના આદેશની માંગ કરી છે. ઓવૈસીના વકીલે હવાલો આપ્યો કે ઘણી કોર્ટોએ હિન્દુવાદીઓની અરજીઓ પર મસ્જિદોનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષની દલીલોમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને મસ્જિદોની વર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે ૧૯૯૧ ના પૂજા સ્થળ કાયદાને લાગુ કરવાની માંગ કરી છે.
હિંદુ પક્ષના દાવો છે કે આક્રમણકારીઓના હુમલાથી પહેલા આ સ્થળો પર મંદિર હતા. ઘણી અરજીઓમાં પૂજા સ્થળ કાયદાની બંધારણીય માન્યતાને પડકાર આપવામાં આવ્યો. તેના વિરુદ્ધ જ્ઞાનવાપી મસ્જિદ સંચાલન સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
સમિતિએ મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ, દિલ્હીના કુતુબ મિનારની પાસે કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ, મધ્ય પ્રદેશમાં કમાલ મૌલા મસ્જિદ સહિત અન્ય દરગાહોથી જોડાયેલા દાવાનો ઉલ્લેખ કર્યો છે. સમિતિનું કહેવું છે કે કાયદાને પડકાર આપનારી અરજીઓ આ ધાર્મિક સ્થળો વિરુદ્ધ કેસને સુવિધાજનક બનાવવાના તોફાની ઈરાદાથી દાખલ કરવામાં આવી.
૧૨ ડિસેમ્બરે ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે ઘણી અરજીઓ પર સુનાવણી કરી અને તમામ કોર્ટને નવા કેસ પર વિચાર કરવા અને ધાર્મિક સ્થળો ખાસ કરીને મસ્જિદો અને દરગાહો પર પુનઃ અધિકાર માટે પેન્ડિગ મામલામાં વચગાળાના કે અંતિમ આદેશ પાસ કરવા પર રોક લગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું હતું કે ‘મામલો આ કોર્ટમાં વિચારાધીન છે. તેથી અમે એ સમજીએ છીએ કે કોઈ નવો કેસ નોંધવામાં આવે નહીં.’
વિશેષ બેન્ચમાં જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથન પણ સામેલ હતા. બેન્ચે છ અરજીઓ પર સુનાવણી કરી. જેમાં એક અરજી વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરી છે. તેમણે પૂજા સ્થળ અધિનિયમ, ૧૯૯૧ની વિભિન્ન જોગવાઈને પડકાર આપ્યો છે. તેમનો તર્ક છે કે ‘કાયદાની જોગવાઈ કોઈ વ્યક્તિ કે ધાર્મિક જૂથના પૂજા સ્થળને પુનઃ પ્રાપ્ત કરવા માટે ન્યાયિક ઉપાયના અધિકારને છીનવી લે છે.’ પૂજા સ્થળ એક્ટ, ૧૯૯૧ કોઈ પણ ધાર્મિક સ્થળના સ્વરૂપમાં પરિવર્તનથી રોકે છે. કાયદા હેઠળ કોઈ પણ પૂજા સ્થળ બિલકુલ તેવું જ રહેશે જેવું તે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭એ હતું.