Last Updated on by Sampurna Samachar
સામાજીક કાર્યકરો સાથે મળી કલેકટર પાસે ન્યાયની માંગણી કરી
કોઇ કારણોસર અચાનક કર્મચારીઓને છૂટા કરી દેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના છેવાડે આવેલી નંદેસરી GIDC ની ઓરિએન્ટલ કંપની દ્વારા ગેરકાયદે રીતે ૨૭ જેટલા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવા અંગે છુટા કરાયેલા કર્મચારીઓને યોગ્ય ન્યાય અપાવવા કર્મચારીઓને સાથે લઈ સામાજિક કાર્યકર લખન દરબારની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવા સહિત મોટી સંખ્યામાં એકત્ર કર્મચારીઓએ સૂત્રોચાર કરીને કલેકટર કચેરી પ્રાંગણ ગજાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શહેરના છેવાડે આવેલ નંદેસરી GIDC ની ઓરિએન્ટલ કંપનીમાંથી ૨૭ કર્મચારીઓને કોઈ કારણોસર એકાએક છુટા કરી દેવાયા હતા. જેથી કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. આ અંગે કર્મચારીઓને યોગ્ય ન્યાય અપાવવા છૂટા કરાયેલા કર્મચારીઓને સાથે રાખીને સામાજિક કાર્યકર લખન દરબાર જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
જ્યાં છુટા કરાયેલા કર્મચારીઓએ ન્યાય આપવાની માંગણી સાથે સૂત્રોચાર કર્યો હતો. જ્યાં સામાજિક કાર્ય કરે કલેકટર કચેરીએ ખાતે આવેદન પત્ર આપીને છૂટા કરાયેલા કર્મચારીઓ બાબતે સઘન રજૂઆત કરી ન્યાય માટે માંગણી કરી હતી.