Last Updated on by Sampurna Samachar
CGHS અને ECHS લાભાર્થીઓને ફાયદો
કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે CGHS અને ECHS સંલગ્ન નિયમોમાં મોટો ફેરફાર કરતા નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. રક્ષા મંત્રાલયે ૧૫ ડિસેમ્બર ૨૦૨૫થી સંશોધિત CGHS/ECHS રેટ્સ લાગૂ કરવાના આદેશ બહાર પાડ્યા છે. આ સાથે જ વર્તમાન તમામ કરાર આ જ તારીખની મધરાતથી રદ ગણાશે.

એટલે કે હવે તમામ ખાનગી હોસ્પિટલોએ ફરીથી ડિજિટલ અરજી કરીને પેનલ પર જળવાઈ રહેવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે. જે હોસ્પિટલ સમય પર અંડરટેકિંગ નહીં જમ કરે તેમને આપોઆપ ડિપેનલ્ડ ગણવામાં આવશે.
CGHS સિસ્ટમમાં અનેક મોટા અપડેટ અગાઉ થયા
સરકારના આ ર્નિણયની સીધી અસર દેશભરના CGHS અને ECHS લાભાર્થીઓ પર પડશે. જૂના રેટ્સ અંગે હોસ્પિટલો લાંબા સમયથી ફરિયાદ કરતી હતી કે મેડિકલ ખર્ચ વધવા છતાં ચૂકવણીના દરો અપડેટ થયા નહતા.
બીજી બાજુ પેન્શનર્સ અને સરકારી કર્મચારીઓ ઈચ્છતા હતા કે બિલિંગમાં પારદર્શકતા હોય અને સેવાના ઈન્કાર પર જવાબદારી નક્કી થાય. આથી નવા નિયમ ખર્ચામાં એકરૂપતા લાવવામા, ડિજિટલ ક્લેમ પ્રોસેસને સારી બનાવવા અને હોસ્પિટલોની જવાબદારી વધારવાના હેતુથી લાવવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૨૫માં CGHS સિસ્ટમમાં અનેક મોટા અપડેટ અગાઉ થઈ ચૂક્યા છે. જેમ કે પેન્શનર્સ માટે કેશલેસ ઈલાજની સુવિધા વધારવી, રેફરલ સિસ્ટમને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવી, હોસ્પિટલો પર કડક પેનલ્ટી લગાવવી, અને ટેલી કન્સલ્ટેશન સેવાઓ વધારવી.
આ સાથે જ સર્જરી, ડાયગ્નોસ્ટિક્સ, ICU, ડાયલિસિસ અને રૂમ રેન્ટ જેવા દરો પણ અપડેટ કરાયા જેથી કરીને ખાનગી હોસ્પિટલોના માપદંડો મુજબ સારો ઈલાજ મળી શકે. બધુ મળીને આ વર્ષે CGHS વ્યવસ્થાને આધુનિક બનાવવા અને દર્દી-હોસ્પિટલ સમન્વય સુધારવાનું રહ્યું છે.
હોસ્પિટલો માટે સ્પષ્ટ નિર્દેશ છે- ઓનલાઈન પોર્ટલ પર લોગઈન કરો, ડોક્યુમન્ટ અપલોડ કરો, નવા નિયમોને સ્વીકારો અને ૯૦ દિવસની અંદર નવી સમજૂતિ સાઈન કરો.
આમ ન કરવા પર તેઓ પેનલથી બહાર થઈ જશે. લાભાર્થીઓ માટે તેનો અર્થ એ છે કે સેવાઓ ચાલુ રહેશે પરંતુ કેટલીક હોસ્પિટલો હંગામી રીતે પેનલમાંથી બહાર થઈ શકે છે. જેનાથી થોડી મુશ્કેલીઓ આવી શકે છે. જાે કે નવા રેટ્સ અને ડિજિટલ સિસ્ટમથી આવનારા સમયમાં કેશલેસ સારવાર અને ક્લેમ સેટલમેન્ટ પહેલા કરતા વધુ સુગમ થાય તેવી અપેક્ષા છે.