Last Updated on by Sampurna Samachar
સરકારથી નારાજ વિદ્યાથીઓનું સમર્થન કરતાં મારામારી
સંસદમાં અફરાતફરીનો માહોલ સજાર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુરોપિયન દેશ સર્બિયાની સંસદમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના આ હોબાળાએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. વિપક્ષના સાંસદોએ સરકારની નીતિઓનો વિરોધ કરતાં એક પછી એક અનેક સ્મોક ગ્રેનેડ અને ટિઅર ગેસના સેલ ફેંક્યા હતાં. જેનાથી સંસદ (SANSAD) માં અફરાતફરીનો માહોલ સજાર્યો હતો. સાંસદોએ મારામારી પણ કરી હતી.
સર્બિયા સંસદના લાઈવ સેશનમાં જોવા મળ્યું હતું કે, સર્બિયાના વિપક્ષ સાંસદોએ સરકારની નીતિઓનો ભારે વિરોધ કર્યો હતો. આ વિરોધ આક્રમક બનતાં તેઓએ સંસદની અંદર જ સ્મોક ગ્રેનેડ અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતાં. ત્યારબાદ આખા સંસદમાં કાળો અને ગુલાબી ધુમાડો ફેલાયો હતો. વિપક્ષના સાંસદોએ સરકારથી નારાજ વિદ્યાથીઓનું સમર્થન કરતાં મારામારી પણ કરી હતી.
સરકાર સામે વિરોધ નોંધાવ્યો
વિપક્ષના સાંસદોએ ચાર મહિના પહેલા સર્બિયાના રેલવે સ્ટેશનની છત પડવાથી ૧૫ લોકોના મોત પર હોબાળો કર્યો હતો. તેઓ છેલ્લા ચાર મહિનાથી આ ઘટના મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યા છે. વિધાનસભાના સેશન દરમિયાન સર્બિયન પ્રોગ્રેસિવ પાટીર્ના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકારે સેશનમાં યુનિવર્સિટીના ફંડિંગ માટે એક એજન્ડાને મંજૂરી આપી હતી. જેમાં અમુક નિયમોનો વિપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ પોતાની બેઠક પરથી ઉભા થઈ સ્પીકર તરફ દોડ્યા હતાં. તે દરમિયાન સુરક્ષા ગાર્ડ્સ સાથે મારામારી અને ઝપાઝપી પણ કરી હતી. વિપક્ષના અમુક સાંસદોએ સ્મોક ગ્રેનેડ અને ટીઅર ગેસના ગોળા પણ ફેંક્યા હતાં.
સ્પીકર એના બ્રનાબિકે જણાવ્યું કે, આ ઘટના દરમિયાન બે સાંસદ ઘાયલ થયા છે. જેમાં એક સત્તાધીશ પક્ષના જેસ્મિના ઓબ્રાડોવિક છે. તેમને સ્ટ્રોક આવ્યો હતો, અને તેમની સ્થિતિ ગંભીર છે. સર્બિયન સંસદ દેશની યુનિવર્સિટી માટે ફંડ વધારતો કાયદો પસાર કરવાની હતી. પરંતુ તેને મંજૂરી ન મળતાં વિદ્યાર્થી સંગઠનોએ ડિસેમ્બરથી સરકાર પાસે આ કાયદો પસાર કરવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમાં દેશના વડાપ્રધાન મિલોસ વુસેવિકનું રાજીનામું પણ માગ્યું છે. પરંતુ સરકારે સેશનમાં એજન્ડામાં અનેક એવા નિયમો રજૂ કરતાં વિપક્ષ ભડકી ઉઠ્યું હતું.