Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશી મિયાંઓની કમર તોડી નાખીશું : સરમા
મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાઅ ગેરકાયદેસર ઘૂસણખોરી વિરુદ્ધ ૨૪ કલાકની અંદર કાર્યવાહી કરવાનીવાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામમાં ચૂંટણીની ગરમાગરમી ચરમસીમા પર છે અને રાજકીય નિવેદનબાજી સતત થઈ રહી છે. આદરમિયાન મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાના નિવેદન અને ભાજપનું ચૂંટણી જાહેરનામું ચર્ચામાં છે. સરમાએસ્પષ્ટ કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીને ફરીથી જનાદેશ મળશે, તો ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ કડકકાયદો લાવવામાં આવશે, અને આ કાર્યવાહી ૨૪ કલાકની અંદર કરવામાં આવશે.

સંકલ્પ પત્ર જાહેર કર્યા પછી, મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે, નેતૃત્વવાળી સરકારત્રીજી વખત સત્તામાં આવશે, તો તે ‘આસામમાંથી પ્રવાસીઓને હાંકી કાઢવા બાબતનો અધિનિયમ, ૧૯૫૦’નોઉપયોગ કરશે. આ અધિનિયમ જિલ્લા કમિશનરોને ૨૪ કલાકની અંદર ગેરકાયદેસર પ્રવાસીઓને હટાવવાનોઅધિકાર આપે છે, જેથી પડોશી દેશ બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ અભિયાનને વેગઆપી શકાય.
“મિયાં મુસલમાન” શબ્દએ રાજકીય વિવાદ ઊભો કર્યો
આ સાથે સરમાએ કહ્યું કે, ‘બાંગ્લાદેશી મિયાંઓ દ્વારા કરવામાં આવેલા અતિક્રમણ વિરુદ્ધઅમારું અભિયાન વધુ ઝડપી થશે, જમીનનો એક ઇંચ પણ તેમની જોડે રાખવા નહીં દઈએ. સરમાએ આગળકહ્યું છે કે, હું આજે આ ભરોસો અપાવું છું કે આગામી પાંચ વર્ષમાં અમે બાંગ્લાદેશી મિયાંઓની કમર તોડીદઈશું.’
હવે સરમાના આ નિવેદનમાં વપરાયેલા “મિયાં મુસલમાન” શબ્દએ રાજકીય વિવાદ ઊભો કર્યો છે. ભારતીયરાષ્ટ્રીય કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ તેને સમાજને વહેંચનારું નિવેદન ગણાવ્યું છે. કોંગ્રેસ નેતા ગૌરવગોગોઈએ કહ્યું કે, ચૂંટણીમાં આ પ્રકારની ભાષા લોકશાહીની વિરુદ્ધ છે.
ભાજપના સંકલ્પ પત્રમાં ૩૧ મોટા વાયદા આપવામાં આવ્યા છે. જેમાં મૂળ નવાસીઓની જમીન, વારસો અનેસન્માનની રક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સાથે જ રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે૫,૦૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.
જાહેરનામામાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કરવામાં આવી છે. સરમાએ દાવો કર્યો કે, સત્તામાંઆવ્યાના ત્રણ મહિનાની અંદર તેને લાગુ કરી દેવામાં આવશે. જાેકે, છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવતાઆદિવાસી વિસ્તારોને આમાંથી બહાર રાખવામાં આવશે. સરકારનું કહેવું છે કે, આ પગલું “લવ જેહાદ” અને“લેન્ડ જેહાદ” જેવા મુદ્દાઓ પર નિયંત્રણ માટે જરૂરી છે.
ભાજપે ફરી એકવાર પાંચ વર્ષમાં આસામને પૂર મુક્ત બનાવવાનો દાવો કર્યો છે. આ માટે શરૂઆતના બે વર્ષોમાં૧૮,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવવામાં આવી છે.
ભાજપે રોજગારના મોરચે પણ મોટું વચન આપ્યું છે. આગામી પાંચ વર્ષમાં ૨,૦૦,૦૦૦ સરકારી નોકરીઓઆપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ, ઉદ્યોગ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપીને૧૦ લાખ યુવાનોને રોજગાર આપવાની યોજના બનાવવામાં આવી છે. તેને યુવાનોને આકર્ષવાની એક મોટીરણનીતિ માનવામાં આવી રહી છે.
રાજ્યના વિકાસને ગતિ આપવા માટે ૫,૦૦,૦૦૦ કરોડ રૂપિયાના મૂડી ખર્ચની યોજના બનાવવામાં આવી છે. જેમાં રોડ, રેલ, હવાઈ અને જળ પરિવહનને મજબૂત કરવા પર ખાસ ફોકસ રહેશે. સરકારનો દાવો છે કેઆનાથી આર્થિક વિકાસને મોટું બૂસ્ટ મળશે.
મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ‘ઓરુનોદોઈ’ યોજના હેઠળ મળતી રકમને ૧,૨૫૦થી વધારીને૩,૦૦૦ પ્રતિ માસ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ પગલું સીધી રીતે મહિલા મતદારોને રીઝવવાનોપ્રયાસ માનવામાં આવે છે.
આસામની રાજનીતિમાં ચાના બગીચાના મજૂરોની મહત્વની ભૂમિકા છે. ભાજપે તેમની રોજની મજૂરી ૫૦૦ કરવાનુંવચન આપ્યું છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ ર્નિણય આશરે ૪૦ બેઠકો પર અસર કરી શકે છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં પૂરી તાકાતથી મેદાનમાં છે. પાર્ટી નેતા ગૌરવ ગોગોઈના નેતૃત્વમાંકોંગ્રેસ ૧૦ વર્ષ પછી સત્તામાં વાપસીનો પ્રયાસ કરી રહી છે. જ્યારે ભાજપ ત્રીજી વખત સતત સરકારબનાવવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે.