Last Updated on by Sampurna Samachar
બે વર્ષમાં PM મોદીએ કુલ ૩૮ દેશોની મુલાકાત લીધી
સૌથી મોંઘો પ્રવાસ અમેરિકાનો રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ (CONGRESS) અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છેલ્લા ત્રણ વર્ષના વિદેશ પ્રવાસ પર થયેલા ખર્ચ વિશે જવાબો માંગ્યા હતા. જ્યાં ખડગેને આશા હતી કે સરકાર નહીં જણાવે અથવા ખર્ચ વધારે હશે, જેને લઈને પ્રહારો કરી શકાશે. જોકે તેમણે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો, તો જવાબમાં રાજ્ય મંત્રી પબિત્ર માર્ગરેટે સરકારનું સત્તાવાર વિવરણ રજૂ કર્યું હતું.

સરકારના જણાવ્યા અનુસાર, ૨૦૨૨ થી ૨૦૨૪ સુધી PM મોદીએ કુલ ૩૮ દેશોની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન થયેલા ખર્ચનું વિવરણ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતુ. સૌથી ઓછો ખર્ચો નેપાળ યાત્રા પર થયો, જ્યાં ૮૦ લાખ ૧ હજાર ૪૮૩ રૂપિયા ખર્ચ થયા. તો વળી સૌથી મોંઘો પ્રવાસ અમેરિકાનો રહ્યો. જ્યાં ૨૦૨૩માં ૨૨ કરોડ ૮૯ લાખ ૬૮ હજાર ૫૦૯ રૂપિયા ખર્ચ આવ્યો હતો.
પૂર્વ PM મનમોહન સિંહના પ્રવાસનુ ઉદાહરણ આપ્યુ
વિદેશ રાજ્ય મંત્રીએ જવાબમાં એવું પણ જણાવ્યું કે, આ પહેલી વાર નથી, જ્યારે કોઈ પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસ પર મોટો ખર્ચ થયો હોય. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના પ્રવાસનું પણ ઉદાહરણ આપ્યું. તેમના જણાવ્યા અનુસાર, ૨૦૧૧ માં અમેરિકા યાત્રા પર ૧૦ કરોડ ૭૪ લાખ ૨૭ હજાર ૩૬૩ રૂપિયા ખર્ચ થયો હતો. ૨૦૧૩માં રશિયા યાત્રાનો ખર્ચ ૯ કરોડ ૯૫ લાખ ૭૬ હજાર ૮૯૦ રૂપિયા હતો. ૨૦૧૧માં ફ્રાન્સ પ્રવાસ પર ૮ કરોડ ૩૩ લાખ ૪૯ હજાર ૪૬૩ રૂપિયા અને જર્મની યાત્રા પર ૬ કરોડ ૨ લાખ ૨૩ હજાર ૪૮૪ રૂપિયા ખર્ચ થયો હતો.