વિપક્ષે વિદેશમંત્રી એસ.જયશંકરને ઘેરી દાવો કર્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પાકિસ્તાનને ઓપરેશન સિંદુર પહેલાં જાણ કરાઇ હોવાનો દાવો

વિદેશમંત્રી એસ. જયશંકરના રાજીનામાની માંગણી કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઓપરેશન સિંદુરને લઇ વિપક્ષે હવે કેન્દ્ર સરકાર અને વિદેશમંત્રી એસ જયશંકરને ટાર્ગેટ કરી સવાલો ઉઠાવ્યા હતા. જેમાં વિપક્ષે ઓપરેશન સિંદુરની શરૂઆત પહેલાં પાકિસ્તાનને જાણ કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે જયશંકર (JAYSHANKAR) ના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવી રહ્યું છે. PIB  ફેક્ટચેક દ્વારા પણ દાવો કરાયો છે કે જયશંકરે આવુ કોઇ નિવેદન નથી આપ્યું.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિદેશમંત્રી જયશંકરનો એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે આ વીડિયોમાં જયશંકર કહી રહ્યા છે કે તેમણે પાકિસ્તાનને પહેલા જ કહી દીધુ હતું કે ભારત હુમલો કરવાનું છે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વિદેશમંત્રી એસ. જયશંકરના રાજીનામાની માંગણી કરી હતી.

જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરાયું

રાહુલે આરોપ લગાવ્યો હતો કે હુમલાની જાણકારી અગાઉથી જ પાકિસ્તાનને આપી દેવી ગુનો છે. વિદેશમંત્રીએ જાહેરમાં સ્વીકાર કર્યો હતો કે ભારત સરકારે આ જાણ કરી હતી. રાહુલે સવાલ કર્યો હતો કે પાક.ને જાણ કરવા માટે કોના તરફથી મંજૂરી અપાઇ હતી? જેના પરિણામે આપણી એરફોર્સના કેટલા વિમાન ગુમાવવા પડયા હતા?  જ્યારે પીઆઇબી ફેક્ટચેકમાં દાવો કરાયો છે કે વિદેશમંત્રી જયશંકરે આવો કોઇ જ દાવો નથી કર્યો.

જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરીને એવુ દેખાડવાનો પ્રયાસ થયો કે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરતા પહેલા જ તેની જાણ પાક.ને કરી હતી. વિદેશમંત્રીને ખોટી રીતે રજુ કરાઇ રહ્યા છે, તેમણે આવુ કોઇ નિવેદન નથી આપ્યું. રાહુલ ગાંધી અને કોંગ્રેસના દાવાનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ PIB ના ફેક્ટ ચેકને શેર કર્યું હતું જેમાં દાવો કરાયો છે કે જયશંકરના નિવેદનને ખોટી રીતે રજુ કરાઇ રહ્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.