Last Updated on by Sampurna Samachar
સર્વપક્ષીય બેઠકમાં રાહુલ ગાંધી , મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું
અમે સંકટના સમયમાં સરકારની સાથે છીએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન પર હવાઇ હુમલા બાદ સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. જે આ બેઠક રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. ત્યારે આ બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી. તેમણે કહ્યું કે આ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૦૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે સંકટના સમયમાં સરકારની સાથે છીએ. દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત પણ વળતો જવાબ આપશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ઓપરેશન વિશે વધુ ટેકનિકલ માહિતી આપી શકાતી નથી. સર્વપક્ષીય બેઠક બાદ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે રાજકીય નેતાઓએ સશસ્ત્ર દળોને તેમની કાર્યવાહી બદલ અભિનંદન આપ્યા હતા.
અમે સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું
ખડગેએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની હાજરીમાં જણાવ્યું હતું કે સરકારે પહેલગામ હુમલા પછી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ સ્થળોએ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે તમામ રાજકીય પક્ષોને જાણ કરી છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા, સરકારે કહ્યું છે કે તે હાલમાં કેટલીક ગુપ્ત માહિતી જાહેર કરી શકતી નથી. ખડગેએ કહ્યું કે આવા સંકટના સમયમાં, અમે આ માટે સરકાર પર દબાણ નથી કરી રહ્યા અને રાષ્ટ્રીય હિતમાં સરકારની સાથે ઉભા છીએ.
આ બાબતે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે જેમ ખડગેજીએ કહ્યું છે, સરકારે કહ્યું છે કે તે કેટલીક બાબતો પર ચર્ચા કરવા માંગતી નથી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે રાજકીય પક્ષો લોકોનો અવાજ છે અને બધા નેતાઓ એક અવાજમાં બોલી રહ્યા છે અને આ સરકારની સફળતા છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી, સતત વિકાસ થઈ રહ્યો છે અને તેથી અધિકારીઓને બેઠક માટે બોલાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે રાજકીય પક્ષો સાથે આગળની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
આ બેઠકમાં સરકાર વતી ગૃહ મંત્રી અમિત શાહ, જગત પ્રકાશ નડ્ડા, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી ર્નિમલા સીતારમણ, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, DMK ના ટીઆર બાલુ, AIMIM ના અસદુદ્દીન ઓવૈસી, તૃણમૂલ કોંગ્રેસના સુદિપસિંહ, શિવસેનાના સુદિપસિંહ, શિવસેનાના એ. આ બેઠકમાં આદમી પાર્ટીના સંજય સિંહ, માર્ક્સવાદી પાર્ટીના જોન બ્રિટાસ, લોક જન શક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન, બીજુ જનતા દળના સસ્મિત પાત્રા અને ડીએમકેના તિરુચી સિવાએ ભાગ લીધો હતો.