૧૪૧ ડેમમાં માત્ર ૫૫ ટકા પાણીનો સંગ્રહ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

માર્ચ મહિનામાં જ સૌરાષ્ટ્રના અડધો ડઝન ડેમ ખાલી

જળાશયોમાં માત્ર ૨૧થી ૪૧ ટકા જ પાણી સંગ્રહ હોવાથી દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનો કકળાટ સર્જાવાની ભીતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
માર્ચ મહિના પ્રારંભે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં રેકોર્ડ તોડ ગરમીનો આરંભ થયો છે. ત્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં માર્ચની સ્થિતિનીએ ૫૫.૫૩ ટકા પાણી સંગ્રહ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે ગત વર્ષ કરતા આ વર્ષે ૯ ટકા ઓછો હોવાનું જાણવા મળ્યું છે.
હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ ૧૪૧ ડેમમાંથી ૪૨ ડેમ ખાલી થવાની સ્થિતિએ પહોચી જતા ૯૯ ડેમ ઉપર મદાર રહ્યો છે. તેમાંય ચાર જિલ્લાના જળાશયોમાં માત્ર ૨૧થી ૪૧ ટકા જ પાણી સંગ્રહ હોવાથી દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીનો કકળાટ સર્જાવાની ભીતી સર્જાઈ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કોઈ પાણીની સંકટ નથી

સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાંથી અડધો ડઝન ડેમ તળીયા ઝાટક થઈ ગયા છે. તેમાં વિસાવદરના પ્રેમપરા, કુતિયાણાના અમીપુર, સારન, ધ્રોલના ઉંડ-૨, કલ્યાણપુરના સાની, ચોટીલાનો મોરસર ડેમ ખાલી થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સરકારી સુત્રોએ એવો દાવો કર્યો હતો કે, સૌરાષ્ટ્રના તમામ પાંચ હજાર ગામડામાંથી મોટા ભાગના ગામડાને સૌની યોજનાના કનેક્શન આપવામાં આવ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કોઈ પાણીની સંકટ નથી.
પરંતુ ડેમ ખાલી થઈ જતા તે ચિંતાનો વિષય છે.હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે પરંતુ જો ચોમાસું લાંબુ ખેંચાય તો ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી સર્જાવાની શક્યતા છે.
હજુ તો ઉનાળાનો પ્રારંભ થયો છે પરંતુ જો ચોમાસુ લાંબુ ખેંચાય તો ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી સર્જાવાની શક્યતા છે.આ માટે અત્યારથી જ પાણી વિતરણ માટેનું આગોતરૂ આયોજન કરવું આવશ્યક છે.
જો કે,ડેમમાંથી કરવામાં આવતી પાણીની સપ્લાય ઓચિંતી બંધ કરવામાં આવે તો મુશ્કેલી પડવાની વકી છે.નવ ડેમમાં માત્ર ૧૦ ટકા જ પાણી છે. તેમાં મોરબીનો ડેમી-૩માં ૨.૫૦, મુળીનો સબુરીમાં ૩.૫૬, કાલાવડનો ફોફોળ-૨માં ૩.૯૨, ખંભાળીયાનો ગઢકીમાં ૫.૫૭, માળીયાહાટીનામાં ૬.૦૯, ટંકારાના બંગાવડીમાં ૮.૮૭, જસદણના ઈશ્વરીયામાં ૯.૭૧, બગસરાના મુંઝીયાસરમાં ૧૦.૧૨, ભેસાણના ઉબેરમાં ૧૦.૬૮ ટકા જ પાણી સંગ્રહ છે. જયારે ૧૭ ડેમમાં ૧૧થી ૨૦ ટકા અને ૧૦ ડેમમાં ૨૧થી૩૦ ટકા પાણી સંગ્રહ હોવાનો દાવો કર્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.