દીવાલ ધરાશાયી થતા એકનું મોત થયું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

હિંમતનગરના દલપુર ગામમાં દીવાલ ધરાશાયી

ખાલી પ્લોટમાં પાયાનું ખોદકામ દરમ્યાન બાજુની મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની કરુણઘટના સામે આવી છે. દલપુર ગામમાં પ્લોટમાં ખોદકામ કરતા વખતે દુર્ઘટના બની છે, જે દરમિયાન દીવાલધરાશાયી થતા ત્રણ લોકો દબાયા હતા. જાેકે સ્થાનિકોએ દબાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. પરંતુ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકોને સારવાર માટે ખસેડાયા હોવાની વિગતો હાલસામે આવી રહી છે.

સાબરકાંઠાહિંમતનગરના દલપુર ગામે ખાલી પ્લોટમાં પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું. દરમિયાન બાજુનામકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે પ્લોટમાં ખોદકામ કરતા બે શ્રમિકો સહિત મકાન ધરાશાયીથનાર મકાન માલિક દીવાલ નીચે દબાયા હતા. જેના કારણે ગ્રામજનોનું ટોળેટોળું ઘટનાસ્થળે એકઠું થયું હતુંઅને ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ગ્રામજનોએ ઘટનાને લઈને પ્રાથમિક બચાવ કાર્ય શરૂકર્યું હતું.

માલિકનું મોત થયું હોવાની વિગતો મળી

સ્થાનિક લોકો દ્વારા દબાયેલા લોકોને બહાર કઢાયા હતા.કે દુર્ભાગ્યવશ દીવાલ ધરાશાયીનીદુર્ઘટનામાં મકાન માલિકનું મોત નિપજ્યું છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલમાં સ્થાનિક લોકોએ બે શ્રમિકોનેબહાર કાઢી સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલે ખસેડ્યા છે. ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે પણ ઘટનાસ્થળે દલપુર ગામે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દીવાલ ધરાશાયી થતા એકનું મોત થયું છે. જે ઘર ધરાશાયી થયું તેના માલિકનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે, ત્યારે પોલીસે હાલ વધુ તપાસ માટે તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે અન્ય ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ અન્ય બે શ્રમિકોની પણ હાલ પૂછપરછહાથ ધરાઈ છે, ત્યારે દીવાલ ધરાશાયીની દુર્ઘટનાથી હાલ દલપુર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.