ONE NATION , ONE ELECTION ને લઇ સંસદની સંયુક્ત સમિતિની પ્રથમ બેઠક મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક દેશ, એક ચૂંટણીને લઈને સંસદની સંયુક્ત સમિતિની પ્રથમ બેઠક યોજાઇ હતી. આ દરમિયાન સત્તા પક્ષ વિપક્ષ સાથે જોડાયેલ તમામ સાંસદોએ પોતાની વાત સમિતિ સામે રજૂ કરી હતી. સત્તા પક્ષ સાથે જોડાયેલ સાંસદોએ આ બિલને દેશની જરૂરિયાત ગણાવી હતી, તો વળી વિપક્ષી સાંસદોએ આ બિલને રાજ્યોના અધિકાર છીનવી લેનારું બિલ ગણાવ્યું હતું.
આ બેઠક દરમિયાન કાયદા મંત્રાલયના અધિકારીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બનાવેલી કમિટીના રિપોર્ટ વિશે જ્યાં સમિતિના સભ્યોને જાણકારી આપી. તો વળી આ ઉપરાંત બિલની જોગવાઈ વિશે પણ સમિતિના સભ્યોને અવગત કરાવ્યા. બેઠક બાદ સમિતિના તમામ સભ્યોને એક મોટા સૂટકેસમાં ૧૮,૦૦૦થી વધારે પાનાંના દસ્તાવેજ પણ સોંપવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સૂટકેસ સાથે એક તસવીર પણ શેર કરી છે.
સમિતિના સભ્યોને કહેવામાં આવ્યું કે, તેમાં એ તમામ દસ્તાવેજ છે, જે આ બિલ લાવવાનું કારણ અને તેને કેવી રીતે લાગૂ કરી શકાશે, તેની સાથે જોડાયેલી તમામ જાણકારીઓ સમિતિના સભ્યો પાસે હશે. બેઠક બાદ સમિતિના સભ્યો આ મોટા મોટા સૂટકેસને પોતાની સાથે લઈ જતાં દેખાયા હતા.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, આ બેઠક દરમ્યાન પહેલી વાર સાંસદ બનીને સંસદ પહોંચેલી અને આ કમિટીનો ભાગ બનેલા પ્રિયંકા ગાંધીએ એક દેશ એક ચૂંટણી પર કહ્યું કે, સરકારે એ પણ જણાવવું જોઈએ કે, જો દેશમાં તમામ ચૂંટણી એક સાથે થશે તો તેનાથી પૈસાની બચત કેવી રીતે થશે? જો તમામ ચૂંટણી એક સાથે થશે, તો તેના માટે EVM મળશે?