Last Updated on by Sampurna Samachar
સરકારે બિલ ન લાવવાનો ર્નિણય કેમ કર્યો તે અંગે સવાલો ઉઠ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં વન નેશન, વન ઇલેક્શન છેલ્લાં ઘણાં દિવસોથી ચર્ચામાં છે. તેની સાથે જોડાયેલા બે બિલ લોકસભામાં રજૂ થવાના હતા.પરંતુ હવે જણાવવામાં આવી રહ્યું છે કે, બંને બિલ લોકસભામાં રજૂ નહીં કરાય. સંશોધિત કાર્યસૂચિથી બિલને દૂર કરી દેવામાં આવ્યા છે.
આ પહેલાં રજૂ કરવામાં આવેલી કાર્યસૂચીમાં કહેવામાં આવ્યું હતું કે, હજુ કારણ સ્પષ્ટ નથી કે, સરકારે બિલ ન લાવવાનો ર્નિણય કેમ કર્યો અને હવે કયા દિવસે આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે? નોંધનીય છે કે, લોકસભાનું શિયાળુ સત્ર ૨૦ ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે.
સરકારે વન નેશન, વન ઇલેક્શન પર આધારિત બિલને લોકસભામાં રજૂ કરવામાં મોડું કરી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બિલ નાણાંકીય વ્યવસાયને પૂરા થયા બાદ ગૃહમાં લઈ જઈ શકાય છે. પહેલાં આ બિલ, બંધારણ બિલ અને સંઘ શાસિત પ્રદેશ કાયદો બિલ લોકસભામાં રજૂ કરવા માટે લિસ્ટ કરવામાં આવ્યા હતાં.
લોકસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સુધારેલી યાદીમાં આ બિલોને કાર્યસૂચિમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, લોકસભા સ્પીકરની મંજૂરી બાદ સરકાર બિલને સપ્લીમેન્ટ્રી લિસ્ટિંગના માધ્યમથી ગૃહમાં અંતિમ ઘડીએ રજૂ કરી શકે છે.
આ બંને બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ માટે એકસાથે ચૂંટણી કરાવવા સંબંધિત છે. ગત અઠવાડિયે નિયમ મુજબ, આ બિલની નકલને સભ્યો વચ્ચે વહેંચવામાં આવી હતી. હજું સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જે ૨૦ ડિસેમ્બરે પૂર્ણ થશે. આ પહેલાં, સરકારે પહેલી બેચની અગાઉની માંગ પારિત કરવા પર ફોકસ કરવા ઇચ્છે છે.
આ પગલાંથી એ સ્પષ્ટ છે કે, સરકાર એક મોટા અને વિવાદિત મુદ્દા ‘વન નેશન, વન ઇલેક્શન’ પર વિચાર કરવા ઇચ્છે છે. આ એક સાથે ચૂંટણી કરાવવાની દિશામાં મોટું પગલું થવાનું છે, સ્વાભાવિક છે કે આ અંગે ચર્ચા થશે.