Last Updated on by Sampurna Samachar
કાર ચાલકે બાઇકને મારી ટક્કર
પોલીસે કાર ચાલકની અટકાયત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં પેટ્રોલપંપ નજીક કારચાલકે બાઇકને મારી ટક્કર અને અકસ્માતમાં બાઇક પર સવાર ૨ માંથી એકનું મોત થયું છે. બાઇક પર સવાર એકને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અકસ્માત થતા લોકોના ટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.
વારંવાર બને છે અકસ્માતની ઘટના
દાહોદમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે, તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના વારંવાર બનતી હોય છે, ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી પણ લીધા છે અને કારચાલકની અટકાયત કરી છે.