Last Updated on by Sampurna Samachar
ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ દાખલ કરાયા
૧૨થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થયાની દુર્ઘટના ઘટી છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ૧૨થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવની જાણ થતા જ રાજગઢ પોલીસ સહિત તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ દુર્ઘટનામાં પહેલા તમામ કર્મચારીઓ સહિતના લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ઘટનાનું કારણ જાણવા માટે જિલ્લા પોલીસ વડા, હાલોલ પ્રાંત અધિકારી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી હતી. ઘોઘંબાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ ફેક્ટરીમાં આવેલા મંદિરના પૂજારી હરેશ વ્યાસનું ગેસ લીક થવાથી મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત તમામને હાલોલની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોઈપણ સાયરન ન વગાડતા સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો
આ દુર્ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ અપીલ કરતા જણાવ્યું છે કે, અહીં કોઈપણ પ્રકારની અસમંજસતા ઉભી કરવાની જરૂર નથી. હાલ અહીં પરિસ્થિતિ સામાન્ય છે. ફાયરની ટીમે ગેસ ગળતર પણ બંધ કરી દીધું છે. નોંધનીય છે કે, ફાયર બ્રિગેડ તેમજ ટેકનિશિયનો દ્વારા ગેસ લીકેજ કરાયું બંધ
જોકે, ગેસ ગળતર થતા અહીંથી કોઈપણ સાયરન ન વગાડતા સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો હતો. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હાલ ફાયરની ટીમો સહિત વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી રહી છે.