Last Updated on by Sampurna Samachar
અલગ અલગ તારીખના ચેકો આપ્યા, જે ચેક બાઉન્સ થયા
ચેક બાઉન્સ થતાં વકીલ દ્વારા 15 દિવસ ની નોટિસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર માં દિગ્વિજય પ્લોટ માં રહેતા અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સુનિલ વસંતભાઈ વાઘેલા પાસેથી તેમના મિત્ર અને ઓમ ટ્રેડિંગ ના નામથી નિઓ સ્કેવર માં શેર બજાર ને લગતા ધંધો કરતા હિરેનભાઈ ધબ્બા એ ₹૨૪,૨૫,૦૦૦ હાથ – ઉછીના લીધા હતાં .

જે રકમ લીધી હતી તેની ચૂકવણી કરવા હિરેન ભાઈ એ અલગ અલગ બેંકો ના ચેકો આપ્યા. જે ચેકો બાઉન્સ થતાં સુનિલભાઈ વધેલા ના વકીલ તરફ થી નોટિસ આપી કે 15 દિવસ માં લેણી રકમ ચૂકવી આપવી.
ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળની ત્રણ ફરિયાદ
હિરેન ધબ્બા એ રકમ નહીં ચૂકવતા ફરિયાદી સુનિલ ભાઈ એ જામનગર ચીફ જયુડિ. મેજી. ની કોર્ટ માં ચેક બાઉન્સ થવા સંબધી ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ 138 હેઠળની ત્રણ ફરિયાદ દાખલ કરી.
ફરિયાદ કોર્ટ માં ચાલતા ફરિયાદી તરફે રજૂ થયેલ મૌખિક દસ્તાવેજી પુરાવા ધ્યાન ને લઈને તથા ફરિયાદી પક્ષની વિસ્તૃત દલીલને ધ્યાનમાં લઇ આરોપી વિરુદ્ધ કેસ પુરવાર માની આરોપી હિરેન મહેન્દ્રભાઈ ડબ્બાને ત્રણે અલગ અલગ કેસમાં બે બે વર્ષની સજા તથા ચેક ની રકમ નો દંડ કરી ફરિયાદી ને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.