Last Updated on by Sampurna Samachar
રેલવેની કોઈ ટેકનિકલ સંચાલન દરમ્યાન આ દુર્ઘટના થઇ હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના રાઉરકેલાના માલગોદામ બસ્તી વિસ્તારમાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાની ઘટના ઘટી હતી. ગઈ હતી. જે બાદ આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રેનના ત્રણ ડબ્બા ટ્રેક પરથી ઉતરીને નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારમાં જતા રહ્યા હતા. જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. રેલવે અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી છે અને ડબ્બાને હટાવવાની કામગીરી શરુ કરી દીધી છે.
આ ઘટના અંગે રાઉરકેલા પોલીસ વડાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક સૂચના અનુસાર, રેલવેની કોઈ ટેકનિકલ સંચાલન દરમ્યાન આ દુર્ઘટના થઈ છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિની સૂચના નથી મળી. બાદમાં રાહત કાર્ય ચાલું કરી દીધું છે અને સ્થિતિ સ્વાભાવિક કરવાની કોશિશ થઈ રહી છે. જાણવા મળ્યું છે કે, ટૂંક સમયમાં આ માર્ગ પર રેલ વ્યવહાર ફરીથી શરુ થઈ જશે.
રેલવે એ જાણવાની કોશિશ કરી રહ્યું છે કે, આ દુર્ઘટના કેવી રીતે થઈ. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ ઘાયલ થવાના સમાચાર નથી. દક્ષિણ પૂર્વી રેલવેના CPRO એ જણાવ્યું કે, રાઉરકેલા રેલવે યાર્ડ જ્યારથી ખાલી કંટેનર રેકને પ્લેસ કરી રહ્યા હતા, ત્યારે બફર ઝોન અને ડેડ એન્ડને તોડતા ડબ્બા પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયા હતા. આ ડબ્બા દીવાલ તોડીને ૧૦ મીટર અંદર ઘુસી ગયા હતા. જોકે સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. લોકોને કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી રસ્તો સાફ ન થાય, ત્યાં સુધી બીજા રસ્તાનો ઉપયોગ કરવાની પ્રશાસને વાત કરી છે