Last Updated on by Sampurna Samachar
વડોદરાથી નડિયાદ સુધીનો ટોલ રૂ.૭૦ થી વધીને ૭૫ થશે
કાર-જીપ ચાલકે રૂપિયા ૧૩૫ના બદલે ૧૪૦ રૂપિયા ચૂકવવા પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ (TALL TAX) માં રૂપિયા પાંચથી ૪૦ સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર લાગૂ થયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મુસાફરી કરનારા વાહનચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે. નવા ભાવ મુજબ, કાર અને જીપ જેવા વાહનો માટે હાલના ૧૩૫ ના બદલે હવે ૧૪૦ ટોલ ચૂકવવો પડશે. આ જ રીતે, બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલની કિંમત ૪૬૫ થી વધીને ૪૮૦ થશે.

અમદાવાદ-વડોદરા વચ્ચેના નેશનલ હાઇવે ૪૮ પર પણ ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી આણંદ સુધી કારમાં મુસાફરી કરવા માટે હવે રૂ.૫૦ના બદલે રૂ.૫૫ ટોલ ચૂકવવો પડશે, જ્યારે વડોદરાથી નડિયાદ સુધીનો ટોલ રૂ.૭૦ થી વધીને ૭૫ થશે. આ ઉપરાંત, રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટે ટોલની કિંમત ૧૧૦ થઈ જશે, જ્યારે વાસદથી વડોદરા સુધી કાર અને જીપ માટે હવે ૧૬૦ ટોલ લેવામાં આવશે. ભરથાણા ટોલપ્લાઝા પર પણ કાર અને જીપની ટોલ ફી ૧૫૫થી વધીને ૧૬૦ થઈ જશે.
નવસારીના બોરિયાચ ટોલ ટેક્સ પર થશે વધારો
રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર ટોલના ભાવમાં વધારો થવાથી વાહનચાલકોના મુસાફરી ખર્ચમાં વધારો થશે, જે મોંઘવારીના સમયમાં તેમના માટે વધુ એક બોજ સાબિત થઈ શકે છે. અમદાવાદ – વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂપિયા ૧૩૫ના બદલે ૧૪૦ રૂપિયા, રિટર્નમાં રૂપિયા ૨૦૫ના બદલે રૂપિયા ૨૧૫, એલસીવીના રૂપિયા ૨૨૦ના બદલે ૨૩૦, રિટર્નમાં રૂપિયા ૩૩૦ના બદલે રૂપિયા ૩૪૫ અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા ૪૬૫ના બદલે રૂપિયા ૪૮૦ અને રિટર્નમાં ૭૨૦ના બદલ ૭૬૦ રૂપિયા પડશે.
નવસારીના બોરિયાચ ટોલ ટેક્સ પર ટોલમાં પણ વધારો લાગુ થશે. બોરિયાચમાં માત્ર સાડા ચાર મહિના બાદ ફરી ટોલ ટેક્સમાં વધારો થયો છે. લાઈટ મોટર વ્હીકલના ૧૧૫ની જગ્યાએ ૧૨૦ રૂપિયા ચૂકવવાના રહેશે. કોમર્શિયલ વ્હીકલના ૧૯૦ની જગ્યાએ ૧૯૫ રૂપિયા ચૂકવવાના રહેશે.બસ અને ટ્રકના ૩૯૫ની જગ્યાએ ૪૧૦ ચૂકવવાના રહેશે.મલ્ટી એક્સલ વાહનોના ૬૨૦ની જગ્યાએ ૬૪૦ ચૂકવવાના રહેશે,મોટા વાહનોના ૭૫૫ની જગ્યાએ ૭૮૦ ચૂકવવાના રહેશે.
કરનાલના ઘરૌંડા ટોલ પ્લાઝાની. અહીં ટોલના ભાવમાં ૫ રૂપિયાથી લઈને ૪૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર મુજબ, હવે કાર, જીપ અને વેન માટે એક તરફનો ટોલ ૧૯૫ રૂપિયા હશે, જ્યારે આવવા-જવાનો ટોલ ૨૯૦ રૂપિયા રહેશે. આ ઉપરાંત, માસિક પાસ માટે તમારે હવે ૬૪૨૫ રૂપિયા ચૂકવવા પડશે. ઘરૌંડા ટોલના દરમાં વધારો થવાથી દિલ્હીથી ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર તરફ જતા વાહનોને સીધી અસર થશે.
ફરિદાબાદ અને પલવલ વચ્ચે આવેલા ગદપુરી ટોલ પ્લાઝા પર પણ ટોલના દરમાં ૫ રૂપિયાથી લઈને ૨૦ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં કાર દ્વારા એક તરફનો ટોલ ૧૨૦ રૂપિયા વસૂલવામાં આવે છે, જે આજથી ૫ રૂપિયા વધીને ૧૨૫ રૂપિયા થશે. તે જ સમયે, આવવા-જવા માટે તમારે ૧૮૦ રૂપિયાના બદલે ૧૮૫ રૂપિયા ચૂકવવા પડશે. વ્યાપારી વાહનો માટે એક તરફનો ટોલ ૧૯૦ રૂપિયાથી વધીને ૧૯૫ રૂપિયા અને બંને તરફનો ટોલ ૨૮૦ રૂપિયાથી વધીને ૨૯૦ રૂપિયા થશે.
ગુરુગ્રામમાં આવેલા ખેડકી દૌલા ટોલ પર પણ વાહનચાલકોને હવે ૫ રૂપિયા વધુ ચૂકવવા પડશે. અહીં ખાનગી કાર, જીપ અને વેન માટે ટોલ ૮૫ રૂપિયા, લાઇટ મોટર વ્હીકલ અને મીની બસ માટે ૧૨૫ રૂપિયા અને બસ તથા ટ્રક માટે ૨૫૫ રૂપિયા રહેશે. વ્યાપારી કાર, જીપ અને વાન માટે માસિક પાસ ૧૨૫૫ રૂપિયા, લાઇટ મોટર વ્હીકલ અને મીની બસ માટે ૧૮૫૦ રૂપિયા અને બસ તથા ટ્રક માટે ૩૭૭૦ રૂપિયા રહેશે.
મહેન્દ્રગઢમાં હાઇવે નંબર ૧૪૮મ્ પર સિરોહી બહાલી નંગલ ચૌધરી અને હાઇવે નંબર ૧૫૨ડ્ઢ પર નારનૌલમાં જાટ ગુવાના ખાતેના ટોલના દરોમાં ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.દિલ્હી-પટિયાલા નેશનલ હાઈવે પર જીંદમાં આવેલા ખટકર ટોલ પ્લાઝા પર પણ ટોલના ભાવમાં ૫ રૂપિયાથી લઈને ૨૫ રૂપિયા સુધીનો વધારો થયો છે.
હાલમાં ખટકર ટોલ પર કાર, જીપ અને વાન માટે એક તરફનો ટોલ ૧૨૦ રૂપિયા અને બંને તરફનો ટોલ ૧૮૦ રૂપિયા છે. આજથી કાર, જીપ અને વાન માટે એક તરફનો ટોલ ૧૨૫ રૂપિયા અને બંને તરફનો ટોલ પણ ૧૮૫ રૂપિયા થશે. હળવા વ્યાપારી વાહનો માટેનો ટોલ બંને તરફનો ૨૯૦ રૂપિયાથી વધીને ૩૦૦ રૂપિયા થશે, જ્યારે બસ અને ટ્રક માટે એક તરફનો ટોલ ૪૦૫ રૂપિયાથી વધીને ૪૨૦ રૂપિયા થશે. ઝજ્જર જિલ્લામાં આવેલા કુલ ૫ ટોલમાંથી ૨ કેએમપી એક્સપ્રેસ વે પર બદલી અને મંડોથી ખાતે આવેલા છે અને અહીંથી પસાર થવા પર પણ વાહનચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે.