Last Updated on by Sampurna Samachar
દીવ પ્રશાસન દ્વારા કિલ્લામાં પ્રવેશ માટે મેળવવા ટિકીટ જાહેર કરી
ટિકિટના રૂપિયા માત્ર રોકડ મારફતે સ્વીકારાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આવેલા વર્ષો જૂના ઐતિહાસિક કિલ્લાને નિહાળવા માટે દેશ અને દુનિયાભરના મુલાકાતીઓ આવતા હોય છે, ત્યારે હવે કિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને દીવનો કિલ્લો જોવા માટે ચાર્જ ચૂકવવો પડશે. દીવ પ્રશાસન દ્વારા કિલ્લામાં પ્રવેશ માટે મેળવવા માટે ટિકિટની શરૂઆત કરી છે. જાણો ભારતીય-વિદેશી નાગરિકને કેટલા રૂપિયામાં મળશે દીવ કિલ્લાના પ્રવેશ માટેની ટિકિટ.
દીવ પ્રશાસન દ્વારા કિલ્લામાં પ્રવેશ માટે ટિકિટ અમલીકરણ કરી છે, ત્યારે ૧૫ વર્ષથી મોટી ઉંમરના ભારતીય મુલાકાતીઓને ૧૦૦ રૂપિયા અને વિદેશના પ્રવાસીઓને ૨૦૦ રૂપિયા પ્રવેશ ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે બાળકો માટે રૂ. ૭૫ ટિકિટ ફી રાખવામાં આવી છે.
કિલ્લાનું રિનોવેશન કરવામાં આવ્યું
બીજી તરફ, દીવના કિલ્લાની મુલાકાતે આવતા અનેક પ્રવાસીઓ કિલ્લાની સુવિધા અને ટિકિટની વ્યવસ્થાને લઈને અનેક સવાલો કરી રહ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે, કિલ્લામાં પ્રવેશ્યા બાદ ત્યાં પાણી સહિતની વ્યવસ્થા નથી. જ્યારે કિલ્લામાં પ્રવેશવા માટે લેવામાં આવતા ટિકિટના રૂપિયા માત્ર રોકડ મારફતે જ લેવામાં આવે છે અને ટિકિટનો ચાર્જ પણ વધારે છે.
જ્યારે ડિજિટલી પેમેન્ટ-ચાર્જ સ્વીકારવામાં ન આવતી અનેક મુલાકાતીઓ કિલ્લાને નીહાળ્યા વગર જ જતાં રહેતા હોવાનું સામે આવ્યું છે. દીવના ૪૦૦ વર્ષ જૂના કિલ્લા જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે, ત્યારે દીવ પ્રશાસન દ્વારા કિલ્લાનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.