Last Updated on by Sampurna Samachar
રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં બદલાવ
ડિવાઇસના ઉપયોગ માટે લાઇસન્સ અને પરવાનગી લેવી પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સરકારે રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર કર્યાના સમાચાર સામે આવ્યા છે. જે બદલાવને કારણે હવે Amazon, Flipkart and Meesho જેવા કોઈપણ ઓનલાઇન પોર્ટલ પર વોકી-ટોકી વેચી શકાશે નહીં. જેના કારણે યુઝર્સને વોકી-ટોકી ખરીદવામાં મુશ્કેલીઓ થશે. સામાન્ય રીતે, વોકી-ટોકીનો ઉપયોગ નાના-મોટા બિઝનેસ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને બાળઉમંગ માટે થાય છે. જોકે, હવે આ ડિવાઇસ રેડિયો કોમ્યુનિકેશનને સંલગ્ન હોવાને કારણે સરળતાથી ઉપલબ્ધ નહીં રહે.
જે રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં હવે આવા ઉપકરણો ખુલ્લા બજારમાં વેચી શકાશે નહીં. આ ડિવાઇસના ઉપયોગ માટે હવે લાઇસન્સ અને પરવાનગી લેવી પડશે. દેશની સુરક્ષા અને સંવેદનશીલ રેડિયો ફ્રીકવન્સીના અનધિકૃત ઉપયોગને અટકાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપકરણો ગેરવાપર થવાના જોખમને ધ્યાનમાં રાખીને સરકારે કડક નિયમો લાગુ કર્યા છે, જેથી તેમાં સરકાર અને ઇમરજન્સી સર્વિસોની કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે અવ્યાખ્યાયિત દખલગિરી રોકી શકાય.
નિયમોનું ઉલંધન થતા નવા નિયમો લાગુ
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે મળીને આ નિયમો ઘડ્યા છે. તેમણે કેટલીક ચોક્કસ ગાઇડલાઇન્સ બનાવી છે, કારણ કે ઓનલાઇન વેચાણ દરમિયાન કેટલાક નિયમોનું ઉલંધન થતું હતું. ટેલિગ્રાફ એક્ટ, ૧૮૮૫; વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ, ૧૯૩૩ અને એક્સેમ્પશન રુલ નોટિફિકેશન, ૨૦૧૮ના નિયમોનું ઉલંધન થતા આ નવા નિયમો લાગુ કરાયા.
ઘણી વખત, વોકી-ટોકી (walkie-talkie) ના વેચાણ દરમિયાન ફ્રીકવન્સી રેન્જનો ઉલ્લેખ કરાયો નથી, તેમજ ઓપરેટિંગ લાઇસન્સ પણ ન હોવાને કારણે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે તેઓ આ ઉપકરણ મુક્તપણે ઉપયોગમાં લઇ શકે.
ટોક પ્રો અને મેકમેન ટોય્ઝ જેવા કેટલાક પ્લેટફોર્મો હજી પણ આ નિયમોના અમલને અવગણી રહ્યા છે, અને તેમના પ્લેટફોર્મ પરથી વોકી-ટોકી વેચાણ ચાલુ રાખ્યું છે. જેના કારણે તેઓ સીધું સરકારના નિયમોનું ઉલંધન કરી રહ્યા છે. ઇન્ડિયા માર્ટ પણ તેના પ્લેટફોર્મ પર આ પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ રાખી રહ્યો છે.