Last Updated on by Sampurna Samachar
પદયાત્રા સાંજે ૫ વાગ્યે નીકળશે
મહારાજની પદયાત્રાના સમયમાં કરાયો મોટો ફેરફાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજની પદયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે હવે પદયાત્રા સવારે ૨ વાગ્યાની જગ્યાએ સાંજે ૫ વાગ્યે નીકળશે તેવી માહિતી મળી છે. જણાવી દઈએ કે, મહારાજના દર્શન કરવા માટે પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પ્રેમાનંદ મહારાજની યાત્રા શ્રી કૃષ્ણ શરણમથી શરૂ થઈને શ્રી રાધા કેલીકુંજ આશ્રમ સુધી પહોંચે છે. આ સમય દરમિયાન રસ્તા પર ભવ્ય માહોલ જોવા મળે છે.

સામાન્ય રીતે પ્રેમાનંદ મહારાજની યાત્રા દરરોજ સવારે ૨ વાગ્યે નીકળતી હતી. પરંતુ હવેથી પદયાત્રાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સાંજે ૫ વાગ્યે શ્રી કૃષ્ણ શરણમથી મહારાજના અનુયાયી બાઈક અને ગાડી લઈને યાત્રા માટે નીકળશે છે.
પદયાત્રાનો સમય બદલાતા ભક્તોની સંખ્યા બમણી થશે
પદયાત્રા દરમિયાન પ્રેમાનંદ મહારાજ કેટલાક અનુયાયી સાથે ચાલીને જાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો પહેલાંથી ત્યાં હાજર થઈ જાય છે. જેમાં રાત્રિના સમયથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માર્ગ પર હાજર રહેતા તેમને કેટલીક મુશ્કેલી પડતી હતી. આમ શિયાળામાં ઠંડીના કારણે ભક્તોને મુશ્કેલી ન પડે એટલાં માટે પ્રેમાનંદ મહારાજની પદયાત્રાના સમયમાં ફેરફાર કરાયો હોવાનું સામે આવ્યું છે.
જ્યારે મહારાજની તબિયતને ધ્યાનમાં રાખીને પણ પદયાત્રાના સમયમાં ફેરફાર કરાયો હોવાનું જાણવા મળ્યું છે. પહેલા ભક્તોને રાત્રે ૧૦ થી ૧૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે તેઓ સાંજે મહારાજના દર્શન કરી શકશે. પદયાત્રાના સમયમાં ફેરફાર થયા બાદ, ભક્તોની સંખ્યા બમણી થઈ ગઈ છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પદયાત્રાના સમયમાં ફેરફાર કરવાથી પોલીસની મુશ્કેલી વધી ગઈ છે. જેમાં રૂટ મેનેજમેન્ટ કરવાની સ્થિતિ ઊભી થાય છે. અમે આશ્રમ જઈએ છીએ. જાે દરરોજ સાંજે ૫ વાગ્યાથી પદયાત્રા યોજાશે તો તેને લઈને રૂટમેપ બનાવવો પડશે.